ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, પ્રથમ નંબરે રાજકોટ અને જાણો સૌથી ઓછું પરિણામ કયા જિલ્લાનું છે.

આજે ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનું રીઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષ દરમિયાન 72.2 ટકા પરિણામ જોવા મળ્યાં છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું રિઝલ્ટ આવ્યું છે જે 85.78 છે. જાડે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું છે. જે 40.19 જેટલું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ રીઝલ્ટ જોવા મળ્યું છે જ્યારે લીમખેડા કેન્દ્રનું સૌથી ખરાબ રીઝલ્ટ સામે આવ્યું છે.

ધોરણ12ની પરીક્ષા મા A1 ગ્રેડ સાથે 196 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે A2 ગ્રેડમાં તે 3306 વિદ્યાર્થી પાસ થયા છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા જોવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ રે એક વિદ્યાર્થી સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેને આ વર્ષ દરમિયાન ખૂબ જ ઓછા ટકા આવ્યા છે અને તે હવે મહેનત કરી ગુજરાત પોલીસ માં જોડાવા ઇચ્છે છે. તે પોતાના માતા-પિતા નું સપનું એક દિવસ ચોક્કસ પૂરું કરીશ.

ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં એક લાખ 7266 વિદ્યાર્થીઓનું એક સાથે પરિણામ બહાર પાડવામાં આવ્યું હતું. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ B 2 ગ્રેડ મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.