ધ્રુસકે ધ્રુસકે રડતા શિલ્પા શેટ્ટી અક્ષય કુમાર પર લગાવ્યા ગંભીર આરોપ, ” અક્ષય રોજ રાતે મારા ઘરે આવતો અને પછી…. “

તાજેતરમાં જ ફીટનેસ આઈકોન શિલ્પા શેટ્ટીએ પોતાનો 47 મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારથી શિલ્પા શેટ્ટી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. શિલ્પા શેટ્ટી નું ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ બન્નેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ફિલ્મી જીવનમાં શરૂઆતથી લઈને તાજેતરમાં રાજ કુંદ્રા ના વિવાદ સુધી ઘણા પડકારોનો સામનો કરવો પડયો પરંતુ શિલ્પાએ ક્યારેય હાર ન માની. તેણે દરેક પડકારનો સામનો કર્યો.

જોકે તેની સાથે જોડાયેલો એક વિવાદ કેવો છે જેને આજ સુધી કોઈ પણ ભૂલી શક્યું નથી. તેણે જાહેરમાં સુપર સ્ટાર અક્ષય કુમાર પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા.

1994 માં આવેલી ફિલ્મ મેં ખિલાડી તુ અનાડી દરમિયાન શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર વચ્ચે પહેલી વાર મુલાકાત થઇ હતી. આ ફિલ્મમાં સાથે કામ કરતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને તેમનું અફેર શરૂ થયું. આ અફેર ત્રણ વર્ષ સુધી ચાલ્યું. 3 વર્ષ સુધી બંને એકબીજા સાથે રિલેશન માં હતા. પરંતુ ત્યાર પછી અક્ષય કુમારે એવું કામ કર્યું કે જેના કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

જાણવા મળતી માહિતી અનુસાર અક્ષય કુમારે શિલ્પા શેટ્ટીને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. પરંતુ અક્ષય કુમાર કેટલીક શરતો સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તેની સૌથી મોટી શરત હતી કે લગ્ન પછી શિલ્પા શેટ્ટી એક્ટિંગ છોડી દેશે. આ વાત શિલ્પા શેટ્ટી માટે મોટો ઝટકો હતી. આ કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ એવા પણ છે કે રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્નાના કારણે અક્ષય કુમાર શિલ્પા શેટ્ટીને છોડી દીધી હતી. જોકે અક્ષય કુમારે કરેલી આ છેતરપિંડીને જોઈને શિલ્પા શેટ્ટી શાંત ન રહી શકી.

તેણે વર્ષ 2000માં એક મુલાકાત દરમિયાન અક્ષય કુમારે તેનો ઉપયોગ કર્યો તેવો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતું કે અક્ષય કુમારે મારો ઉપયોગ કર્યો, તેણે મારી સાથે ટ્વિંકલ ખન્નાને પણ ડેટ કરી. જ્યારે તેને આ વાતની ખબર પડી તો અક્ષય કુમારે તેને છોડી દીધી.

આ મુલાકાત દરમિયાન શિલ્પા શેટ્ટી રડી પડી અને તેણે કહ્યું કે અક્ષય રોજ રાતે તેના ઘરે આવતો હતો, બેડ પર સુતા સુતા તે લગ્નના વાયદા કરતો હતો. પરંતુ તેણે તેનો ફક્ત ઉપયોગ કર્યો. શિલ્પા શેટ્ટીએ ત્યાં સુધી કહી દીધું કે અક્ષય કુમાર તેની દરેક પ્રેમિકાને આ રીતે ફસાવે છે અને તેનો ઉપયોગ કરીને તેને છોડી દે છે. મહત્વનું છે કે શિલ્પા શેટ્ટી સાથે અફેર પહેલા અક્ષયનું નામ રવીના ટંડન સાથે જોડાયું હતું. તે બન્ને પણ સીરીયસ હતા પરંતુ અચાનક બ્રેકઅપ થઈ ગયું.

આ મામલે શિલ્પા શેટ્ટીએ ટ્વિંકલ ખન્નાને લઇને એવું કહ્યું હતું કે, આ ઘટનામાં ટ્વિંકલ ખન્નાનો કોઈ વાંક નથી . જ્યારે કોઈ પુરુષ મહિલા ને છેતરે છે તો અન્ય મહિલાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. જોકે હવે શિલ્પા શેટ્ટી ભૂતકાળને ભૂલીને આગળ વધી ચૂકી છે તે પોતાના દીકરા, દીકરી અને પતિ સાથે સુખી જીવન જીવી રહી છે. તો બીજી તરફ અક્ષય કુમાર પણ ટ્વિંકલ ખન્ના સાથે લગ્નજીવન સુખેથી જીવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.