દીકરીનો જન્મ થયો તો દાદાએ હેલિકોપ્ટરમાં કર્યું સ્વાગત, ઢોલ નગારા સાથે વહેંચી મીઠાઈ

કોઈપણ દંપતી માટે માતાપિતા બનવું એ એમના જીવનનો સૌથી અમૂલ્ય ક્ષણ હોય છે. સંતાન સુખ એ દરેક દંપતિનું સપનું હોય છે પણ ઘણા એવા પરિવારો છે જેમનું આ સપનું પૂરું નથી થતું જેને કારણે તેઓ ખૂબ જ હતાશ થઈ જાય છે.

હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારમાં દીકરીનો જન્મ થયો છે અને દીકરીનું સ્વાગત કરવા દાદાએ હેલીકૉપટરમાં ભાડે કર્યું હતું. એટલું જ નહીં લોકોને મીઠાઈ વહેંચીને દીકરીને જન્મની ખુશીઓ મનાવી હતી. આ કિસ્સો મહારાષ્ટ્રના પુણેના બાલેવાડીમાં રહેતા અજીત પાંડુરંગ કે જેઓ એક ખેડૂત છે તેમનો છે.

અજિત પાંડુરંગના દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. અને એટલે દાદા બનવાની ખુશીમાં તેઓ ફુલાતા નહોતા અને એટલે પૌત્રીનું ઘરે સ્વાગત કરવા માટે એમને હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું અને મંગળવારે પૌત્રી અને પુત્રવધૂને શેવાલવાડીમાં તેની પુત્રવધૂના ઘરેથી બાલેવાડીમાં તેમના ઘરે હેલિકોપ્ટરમાં લાવ્યા હતા.

તેમને પોતાની પૌત્રીનું સ્વાગત દાદા વાજતે ગાજતે અને બધે મીઠાઈ વહેંચીને કર્યું હતું. દાદાએ જ તેમની પૌત્રીનું નામ કૃષિકા રાખ્યું હતું. આ દાદાનું પહેલેથી જ સપનું હતું કે જ્યારે તેમની પૌત્રીનો જન્મ થાય ત્યારે તેનું વાજતેગાજતે સ્વાગત કરવામાં આવે. પૌત્રીનું આવી ભવ્ય રીતે સ્વાગત કરીને આ દાદાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દીકરી જન્મની આવી ખુશી હાલ ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published.