દીકરીની માતાનો પોકાર, હર્ષ સંઘવી સાહેબ તમે કહ્યું હતું દીકરીને જલ્દી ન્યાય મળશે, 6 મહિના તો થઈ ગયા, હવે ક્યારે ન્યાય મળશે…

આજકાલના સમયમાં માણસ માણસ નથી રહ્યો પણ રાક્ષસ બની ગયો છે. આજે દિવસે સવારમાં ન્યૂઝ પેપર ખોલો અને તમને કોઈ દુષ્કર્મનો કિસ્સો દેખાય તો નવાઈ નહીં. ઘણા વિકૃત માણસો એ નાની બાળકીઓથી લઈને ઉમરલાયક મહિલાઓને પણ છોડતા નથી. આની સામે સરકાર પણ જો કે કડક વલણ અપનાવી રહી છે. હમણાં આપણાં નજર સામે આવેલ ઘણા કેસને ફાસ્ટ ટ્રેક પર લઈને બને એટલા જલ્દી થી જલ્દી નિર્ણય કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. પણ ઘણા કિસ્સા એવા પણ હોય છે જે જાહેર થવામાં બહુ સમય લાગે છે.

આવી જ એક ઘટના બની હતી નવસારીમાં. જયા એક યુવતીને બે વ્યક્તિઓએ રિક્ષામાં ખેંચી લીધી હતી. પછી સૂમસામ એરિયામાં તેને જઈને તેની પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ પછી પીડિત યુવતીને ચીથરેહાલ એમજ છોડી દેવામાં આવી હતી. પછી ત્યાં એક બસ ચાલકએ તેને જોઈ હતી અને પછી ડ્રાઈવરની મદદથી યુવતીને તેની સહેલીને સોંપવામાં આવી હતી.

આ પછી આ યુવતીનો મૃતદેહ એ ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસી ખાધેલ પરિસ્થિતિમાં મળ્યો હતો. આ પછી યુવતી સાથે જે થયું એ બધી વાતોનો ખુલાસો થયો હતો અને આ કેસની તપાસમાં એક ખાસ ટીમને જાહેર કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ આ કેસને આજે 6 મહિના થઈ ગયા છે પણ પીડિતાની માતાને હજી સુધી ન્યાય મળ્યો નથી.

મૃતક યુવતીની માતા ખૂબ દુખી છે અને તે સતત હર્ષ સંઘવીને સંબોધીને ઘણી વાતો કહી રહી છે. તેમાં માતાએ જણાવ્યું છે કે હર્ષ સંઘવીએ તેમને વચન આપ્યું હતું કે તેઓ જલ્દી જ આ કેસના આરોપીઓને પકડી પાડશે. તેમણે માતાને આશ્વાસન આપ્યું હતું કે આ કેસ પર આજ સુધીની સૌથી બેસ્ટ ટીમ કામ કરી રહી છે. માતા પોતાનું દુખ જણાવતા કહી રહી છે કે આ વાતને 6 મહિના થઈ ગયા તેમ છતાં હજી સુધી આરોપીઓ પકડાયા તો નથી જ પણ તેમની ઓળખાણ પણ થઈ નથી.

માતા હર્ષ સંઘવીને અરજી કરી રહી છે કે, ‘આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની હતી, એમાં હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો મારો પ્રશ્ન એ છે કે મારી દીકરીને ન્યાય મળશે કે નહીં મળે?’ એવું નથી કે આવા કિસ્સામાં ન્યાય મળતો નથી હમણાં આપણી સામે બનેલ ગ્રીષ્મા કેસમાં બહુ જ ઓછા સમયમાં ચુકાદો આવી ગયો હતો. હવે જોવું રહેશે કે આ કેસમાં માતાને ન્યાય ક્યારે મળે છે.

Leave a Reply

Your email address will not be published.