દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે બિલ્ડીંગમાં ભભુકી પ્રચંડ આગ, અત્યાર સુધીમાં 27 લોકોના મોત

દિલ્હીમાં આવેલા મટકા મેટ્રો સ્ટેશન જોડે ત્રણ માળની એક બિલ્ડિંગમાં અચાનક શુક્રવાર સાંજે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ હતી.આ દુર્ઘટનામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જેમાં ૧૦ લોકો ખૂબ જ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ પોલીસે બિલ્ડિંગમાં હજાર લોકો માટે બારી દરવાજા તોડીને પોલીસ અંદર પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં સાત કલાક બાદ પોલીસ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા બે માળનું સર્ચિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ જણાવ્યું છે કે 27 લોકો ખૂબ જ ગંભીર રીતે મોતને ઘાટ ઉતર્યા છે. બિલ્ડિંગમાં ખૂબ જ વધુ સામાન હોવાના કારણે કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલી બની હતી. આ બિલ્ડિંગમાં ખૂબ જ વધુ આપી હોવાના કારણે દોઢસોથી વધુ લોકો દ્વારા રેસ્ક્યુ કરાયા છે. ત્યારબાદ કેટલાક લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને રાહત અને બચાવકાર્ય માટે 100 જેટલા લોકો તેનાત કરવામાં આવ્યા છે.

બિલ્ડિંગમાં વધુ આગ લાગવાના કારણે પોલીસ દ્વારા જેસીબી મશીનથી બારી તોડવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક લોકો પોતાની જાતે દોડા લઈને નીચે ઉતારવામાં સફળ બન્યા હતા. 27 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી ગઈ હતી.

દિલ્હી પોલીસ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે ત્રણ માની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ કંપની પાસેથી આપવામાં આવી હતી તેમ જ કેમેરાની મદદથી તે જાણવા મળ્યું છે કે પહેલા મારે તે આગ લાગવાની શરૂઆત થઇ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનામાં રામનાથ કોવિંદ શોક વ્યક્ત કર્યો છે. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી છે. ફક્ત એટલું જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભીષણ ઘટનામાં નરેન્દ્ર મોદીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે તેમજ લોકો જલ્દીથી સાજા થઇ જાય તે માટે તેમને ભગવાનને પ્રાર્થના કરી છે.

બિલ્ડિંગના આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે આ બિલ્ડિંગમાં જગ્યા ખૂબ જ ઓછી હતી અને વધુ પ્રમાણમાં લોકો એ કામ કરવા માટે આવતા હતા આ સંજોગોમાં આગ લાગવાના કારણે ખૂબ જ અફરાતફરી મચી ગઇ હતી જેના કારણે લોકો અહીંયા થી ભાગી શક્યા નહિ અને મોતને ભેટયા છે.

Leave a Reply

Your email address will not be published.