દિલીપ જોશીના કહેતા જ શોમાં થઈ આ કલાકારની એન્ટ્રી, જેઠાલાલનો પણ વસે છે એમનામાં જીવ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીનું પાત્ર મુનમુન દત્તા છેલ્લા 14 વર્ષથી ભજવી રહી છે.અને આ રોલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આજે તે આ પાત્રમાં એટલી ફેમસ થઈ ગઈ છે કે તેમને મુનમુનના નામ તરીકે ઓછું અને તબબીતા ​​જી તરીકે વધુ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મુનમુન દત્તાને આવું આઇકોનીક પાત્ર ભજવવાની તક કેવી રીતે મળી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષ 2008માં શરૂ થયો હતો. પરંતુ આ શોમાં જોડાતા પહેલા મુનમુન દત્તાએ સીરિયલ હમ સબ બારાતીમાં કામ કર્યું હતું. આ પછી તેને 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ઓફર કરવામાં આવી અને તેણે તેના માટે હા પાડી.

આ શોમાં તેને એક એવી મહિલાનું પાત્ર ભજવવાનું હતું જે પરિણીત હતી અને ખૂબ જ સ્ટાઇલિશ પણ. મુનમુને આ પાત્રને ખૂબ જ સારી રીતે ન્યાય આપ્યો અને આ પાત્રને આઇકોનિક બનાવવા માટે પોતાનો જીવ લગાવ્યો.

દિલીપ જોશી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો એક ભાગ છે. છેલ્લા 14 વર્ષથી તે આ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યો છે. ખાસ વાત એ છે કે જેઠાલાલે જ આ શોમાં મુનમુન દત્તાની એન્ટ્રી કરાવી હતી હતી.

વાત જાણે એમ છે કે હમ સબ બારાતી શોમાં દિલીપ જોશી પણ હતા જેમણે મુનમુનનું કામ જોયું હતું, તેથી જ્યારે તારક મહેતાએ શરૂઆત કરી અને દિલીપ જોશી શોમાં જોડાયા, ત્યારે બબીતા ​​જીના પાત્ર માટે ચહેરાની શોધ ચાલી રહી હતી. ત્યારે એમને મુનમુનનું નામ સજેસ્ટ કર્યું હતું અને આ રોલ એમને મળી ગયો.

Leave a Reply

Your email address will not be published.