દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલને કહ્યાં ન કહેવાના શબ્દો.. કહ્યું હાર્દિક સિંહ હતો હવે ખિસકોલી બનીને કામ કરશે…

પાટીદાર આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવનાર હાર્દિક પટેલે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત ઘણા સમયથી કરી દીધી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના પદ પર એક વર્ષથી વધુનો સમય પસાર કર્યા પછી હવે સત્તાવાર રીતે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ ચુક્યો છે. જોકે હાર્દિક પટેલના આ નિર્ણયથી પાસના નેતાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

હાર્દિક પટેલે ભાજપ સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં હાર્દિક પટેલે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો. આ સાથે જ વિપક્ષ સહિત પાસ અને એસપીજી જેવા સામાજિક સંગઠનો પણ હાર્દિકના કેસરિયા કરવા પર રોષ વ્યક્ત કરવા લાગ્યા.

હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે પોતાના ભાષણમાં તેમણે એવું કહ્યું હતું કે ભાજપમાં જોડાઈને તે રામસેતુને ખિસકોલી બનીને કામ કરશે. આ વાત ઉપર હાર્દિક પટેલ પર સોશિયલ મીડિયા પર પણ લોકોનો રોષ ઠાલવી રહ્યા છે.

તેવામાં હવે હાર્દિક પટેલના એક સમયના સાથીદાર અને પાસના આગેવાન એવા દિનેશ બાંભણિયા એ પણ હાર્દિક પટેલને આડેહાથ લીધો છે. દિનેશ બાંભણિયા એ હાર્દિક પટેલને ન કહેવાના શબ્દો કહી ને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે એક સમયે જે વ્યક્તિને સિંહ ની ઉપમા આપવામાં આવી હતી તે હવે ખિસકોલી બનીને કામ કરવા તૈયાર થઈ ગયો છે.

હાર્દિક પટેલે ભાજપ સામે સરન્ડર કર્યું અને પોતાના સિદ્ધાંતો અને વચનો સાથે પણ સરેન્ડર કરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એક સમયે ભાજપના સિનિયર નેતાઓ એવું પણ કહ્યું હતું કે આ કચરો ભેગો કરવાનો કોઈ મતલબ નથી. ત્યારે હવે હાર્દિક પટેલે બધું જ એક તરફ મૂકીને ભાજપમાં જોડાઈ જતાં તેનું પણ શુદ્ધિકરણ થઈ ગયું છે.

દિનેશ બાંભણિયા એ વધુમાં કહ્યું હતું કે ભાજપમાં એક ટ્રેન્ડ છે કે તમે અન્ય પાર્ટી માં જઈને ભાજપમાં આવશો તો સત્તા અને કદ બંને વધશે. હાર્દિક હવે હિન્દુ વિચારધારાને લઈને ભાજપમાં જોડાવાનું કહી રહ્યું છે પરંતુ આ વિચારધારા 2015થી 2019 સુધી હતી જ.. તો શું હાર્દિક પટેલ હવે હિન્દુ થયો છે ? હાર્દિક પટેલે એક વખત સિંહ ની ગર્જના ની જેમ વચન આપ્યું હતું કે હું ભાજપમાં નહીં જ જોડાવ એ વાતનું હવે શું ?

 

આતો કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અરવલ્લી ખાતેના કાર્યક્રમમાં હાર્દિક પટેલને આડેહાથ લીધો હતો. તેણે ભાજપને સવાલ કરતા પૂછ્યું હતું કે ભાજપની એવી કઈ મજબૂરી છે કે તેને હાર્દિક પટેલને ભાજપમાં લેવો પડ્યો. ? ભાજપના નેતાઓના કાનમાંથી કીડા પડી જાય એવા શબ્દો હાર્દિક પટેલ વાપરી ચૂક્યો છે તેમ છતાં તેને પક્ષમાં શા માટે લેવામાં આવ્યો ?

જો કે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા હાર્દિક પટેલ મામલે બોલવાનું ટાળ્યું તેણે એવું કહી દીધું કે તેના ભાજપમાં પ્રવેશ અંગે કંઇ બોલવા જેવું જ નથી તે કોઈપણ પાર્ટીમાં જાય તે મુદ્દો નથી.

એનસીપી નેતા રેશમા પટેલે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નફટ છે કે તેણે અત્યાર સુધી પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારને નોકરી આપી નથી. તેવામાં આ ભાઈ કહી રહ્યા છે કે બે મહિનામાં જ આ કામ પૂરું કરી દેશે. આ બધી સુફિયાણી વાતો છે લોકો પોતાના સ્વાર્થ માટે નેતા બની રહ્યા છે.

તેણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસે હાર્દિકને મહત્વની જવાબદારી આપી હતી. કાર્યકારી અધ્યક્ષ નું મહત્વનું પદ આપ્યું. પરંતુ ઓછા સમયમાં પોતાની મહત્વકાંક્ષાને પૂરી કરવા હાર્દિકે કોંગ્રેસને કોસવાનું શરૂ કરી દીધું અને હવે તે ભાજપમાં જોડાઈ ગયો.

Leave a Reply

Your email address will not be published.