ડ્રોન પાવરથી રશિયાને પહોંચાડશે નુકશાન, યુક્રેનની મદદે આવ્યું અમેરિકા?

આખરે બ્રિટન અને અમેરિકા કેમ એવ કહી રહ્યા છે કે મારિયુંપોલ પર રશિયા વધારે દિવસો સુધી કબજો નહીં કરી શકે, તો તમને જણાવી દઈએ કે આની પાછળ અમેરિકાનું હાઈટેક હથિયાર છે જેને તે યુક્રેન મોકલી રહ્યા છે. આમાં આ વેપનનું નામ સૌથી ચોંકાવનાર છે. તેનું નામ છે Ghost Drones. પ્રેસિડેન્ટ બાઈડેનનું કહેવું હતું કે તેઓ યુક્રેનને 121 ટેક્ટિકલ ડ્રોનસ મોકલવાના છે.

શુક્રવારે આ અંતર્ગત ઘણી નવી અને ચોંકાવનર માહિતી સામે આવી છે. પેંટાગનની તરફથી કહેવામાં આવ્યું હતું કે યુક્રેનને સપોર્ટ કરવા માટે જ Ghost Drones તૈયાર કરવામાં આવ્યા છે. હજી સુધી વધારે પડતાં દેશોને આ ડ્રોન વિષે વધુ માહિતી નથી, પણ અમેરિકન ડિફેન્સ રિસર્ચ પ્રમાણે આ ડ્રોનનું આખું નામ Phoenix Ghost છે.

આ મિસ્ટ્રી એરક્રાફ્ટને કેલિફોર્નિયા સ્થિત Aevex Aerospac નામની કંપનીએ બનાવ્યું છે. અમેરિકાના એર ફોર્સ ડ્રોન પ્રોગ્રામ અંતર્ગત આ Unmanned Aerial Vehicleને બનાવવામાં આવ્યું હતું. આમ તો ડ્રોન પ્રોગ્રામ બહુ પહેલાથી જ શરૂ હતો, પણ યુક્રેન પર રશિયાના હુમલા પછી આ બનાવવામાં થોડી સ્પીડ આવી ગઈ હતી આને જલ્દીથી જલ્દી એવા ડ્રોન તૈયાર કરવામાં આવ્યા કે જે યુક્રેનની specific requirements ને પૂરી કરી શકી હતી. US ડિફેન્સ સોર્સ અનુસાર Phoenix Ghost સતત 6 કલાક ઉડીને ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. આ ડ્રોન Infrared sensors દ્વારા રાત્રે પણ કામ કરી શકે છે.

હમણાં યુક્રેન પાસે 300 મિલીટરી ડ્રોનની ફ્લીટ છે. તુર્કી પાસેથી મળેલ Bayraktar TB2 ડ્રોન છે. અમેરિકા પાસેથી મળેલ સ્વિચબ્લેડ ડ્રોન પણ છે. તેમણે પોતે બનાવેલ A1-SM Fury અને Leleka-100 ડ્રોન પણ છે. જો કે આ ડ્રોન દુશ્મનની રેકી કરવા માટે બનાવવામાં આવ્યા છે.

યુક્રેનનો દાવો છો કે તુર્કીથી મળેલ ડ્રોનને લીધે રશિયાને ઘણી જગ્યાએ હારનો સામનો કરવો પડશે. કિવના લાંબા પહોળા ટેક્સના કાફલાને ઘણીવાર આ ડ્રોનને કાઉન્ટર કર્યું અને ઘણા ટેન્કસને ઉડાવી દીધા. આ સિવાય રશિયાએ ઘણા surface-to-air missile systems અને command postsને પણ તહેસ નહેસ કરી દીધા હતા.

એવું નથી કે રશિયા પાસે ડ્રોનસની કમી છે. રશિયા પાસે પણ એકથી વધીને એક ડ્રોન છે. રશિયાની ડ્રોન ફ્લીટમાં ઓછામાં ઓછા અલગ અલગ 11 ડ્રોન છે. Zala Kyb ને ઊડતો બોમ્બ કહવામાં આવે છે. હંટર, થંડર, એલિસત્યસ, સિરિયસ, ઓરયન જેવા ઘણા ડ્રોન છે. આ સિવાય એલીરોન-10, ઓરલાન 10 અને લીર 3 જેવા ડ્રોન છે. સિરીયા અને યુક્રેનમાં રશિયા એ એલીરોન અને ઓલરાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ રશિયન ડ્રોન યુક્રેનમાં બહુ અસરકારક નથી કારણ કે રશિયા પાસે કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી નથી. આ કારણે યુક્રેનનું સંરક્ષણ વધુ મજબૂત છે, જ્યારે રશિયાને સંરક્ષણ માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી પર આધાર રાખવો પડે છે, પરંતુ સીરિયા અને આર્મેનિયામાં રશિયન ટેક્નોલોજી તુર્કીના ડ્રોન સામે નબળી પડી ગઈ છે, તેથી યુક્રેનને લાગે છે કે જો ડોનબાસનો પરાજય થશે તો તમે ઈચ્છો છો. ફરી જીતો, તો પછી ડ્રોન લડાઈમાં તેમનો ઉપરનો હાથ હશે.

Leave a Reply

Your email address will not be published.