દુધીની છાલને ભૂલથી પણ ના ફેંકશો બહાર મળશે એવા લાભ કે જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત..

મિત્રો, આજે આ લેખમા આપણે દુધીથી થતા અનેકવિધ લાભ વિશે માહિતી મેળવીશુ. આ લેખમા આજે આપણે સૌથી ઠંડી કહેવાતી સબ્જી દૂધી વિશે વાત કરીશુ. આયુર્વેદમા પણ આ સબ્જીઓનુ એક વિશેષ મહત્વ છે. તો ચાલો આજે આપણે આ વસ્તુઓના સેવનના ફાયદાઓ વિશે વધુ માહિતી મેળવીએ.

આ સબ્જી ઠંડી, ધાતુવર્ધક, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. તે ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. તેનુ ઓઈલ પણ ગરમ પ્રકૃતિવાળા લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના ઓઈલની નિયમિત માલિશથી બુદ્ધિના પ્રમાણમા વૃદ્ધિ થાય છે.

જો તમારા શરીરમા દાહ અને બળતરાની સમસ્યા, રક્તવિકારની સમસ્યા, ગૂમડાની સમસ્યા, શીળસની સમસ્યા વગેરે પ્રકારની પીડાઓ થતી હોય તો દૂધીના રસમા મધ, સાકર કે ઘી નાખીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. આ સિવાય ખૂબ જ તાવ ચડી ગયો હોય અને મગજમા પણ ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી પણ ઠંડક મળી શકે છે.

દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુ:ખાવો તેમજ ગાંડપણમાં લાભ થાય છે. જો કોઈ વ્યક્તિને હરસ થયા હોય તો આવી સમસ્યાની અંદર જીરું તેમજ ઘી થી બનાવેલૂ દૂધીનું શાક ખાવાથી ફાયદો થાય છે. દાઝી જવાથી થયેલા વર્ણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.

૧૦-૨૦ ગ્રામ દૂધીના બીના ચૂર્ણમાં સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે. આ સિવાય ૧૦-૨૦ ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે. મધમાખી, કાનખજૂરો જેવાં ઝેરી જંતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

આ ઉપરાંત વાળ તેમજ મગજને લગતી તમામ સમસ્યાની અંદર આપણે દૂધીનો ઉપાય અજમાવી શકીએ છીએ. તે તાસીરમા ખુબ જ ઠંડી હોવાના કારણે મગજની અંદર ઠંડક પહોંચાડે છે. જો તમે દૂધી નાખી પકાવેલ ઓઈલ માથામા નાખવાથી મગજને ઠંડક અને શાંતિ મળી રહે છે. એક ચમચી દૂધીના બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ અને સોજો ઉતરે છે.

દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. આ વાળ ખરતા હોય તો દૂધીના બીજથી પકવેલ ઓઈલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે. ઘણા લોકોને બીજા શાકભાજીની સરખામણી દૂધી ખોરાકમાં લેવી ઓછી ગમે છે પરંતુ, દૂધી ખાવાના અનેક ફાયદા છે. તેમા અનેકવિધ પ્રકારના ગુણધર્મ આવેલા હોય છે તેથી, દૂધી ખાવાથી અનેક સમસ્યાઓમાથી રાહત મળે છે.

આપણે દૂધીનો ઉપયોગ સબ્જી બનાવવામા ઉપયોગી થાય છે. દૂધીનુ સબ્જી ના ભાવે તો તેનું જ્યુસ કરીને પણ પી શકાય છે. જો તમે વધતા વજનથી હેરાન છો તો તમે દરરોજ સવારે ખાલી પેટ દૂધીનું જ્યૂસ પીવો અથવા તેને ઉકાળીને થોડુ મીઠુ નાખીને પણ ખાઈ શકો છો. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે. દરરોજ તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. શુગરના દર્દીઓ માટે દૂધી કોઈ વરદાનથી ઓછી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *