દુલહનની જેમ સજાવવામાં આવ્યો છે રણબીરના બંગલાને, શરૂ થઈ ગઈ આલિયા અને રણબીરના લગ્નની તૈયારીઓ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને બંનેના પરિવાર ભલે ચૂપ છે, પરંતુ તૈયારીઓ કહી રહી છે કે ટૂંક સમયમાં જ શરનાઈઓ વાગવાની છે. ગુજરાતમાં રણબીર કપૂરના કૃષ્ણા રાજ બંગલા પર ડેકોરેશન શરૂ થઈ ગયું છે અને આખા બંગલાને સુંદર રોશનીથી સજાવવામાં આવી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને કારણે આ સજાવટ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી.

બંગલાની સજાવટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કારીગરો સજાવટ કરતા જોઈ શકાય છે. જ્યાં સુધી લગ્નની તારીખની વાત છે, HT સિટીના એક રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્ન બંધનમાં બંધાશે. કોઈ વેડિંગ પ્લાનરને હાયર કરવાને બદલે આલિયાના મેનેજરે આ બધી જવાબદારી ઉપાડી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લગ્નમાં ખૂબ જ નજીકના મિત્રો અને થોડા મહેમાનો સિવાય કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી એવી ખબર આવી રહી છે. રિપોર્ટ અનુસાર લગ્નમાં માત્ર 50-60 લોકો જ સામેલ રહેશે અને એ પછી જે રિસેપ્શન આપવામાં આવશે તેમાં કુલ 100 લોકોને ઇનવાઈટ કરવામાં આવશે. અહેવાલ છે કે લગ્ન એકદમ નોન-ગ્લેમરાઇઝ રાખવામાં આવશે અને આલિયા-રણબીર એક નાનકડા ફંક્શનમાં લગ્ન કરશે.

આલિયા ભટ્ટ લગ્નમાં પિંક કલરનો લહેંગા પહેરી શકે છે જે અન્ય કોઈએ નહીં પણ જાણીતા ડિઝાઈનર સબ્યસાચી ડિઝાઇન કરી રહ્યા છે. રણબીર કપૂરના આઉટફિટ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

લગ્નના ફોટા લીક થવા ખૂબ મુશ્કેલ હશે કારણ કે મહેમાનોને તેમના ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ સિક્યોરિટી પણ ખૂબ જ ટાઈટ રહેશે.

Leave a Reply

Your email address will not be published.