ઇકોનોમિકસમાં ગ્રેજ્યુએટ છોકરીને નથી મળી રહી નોકરી, તો ખોલી નાખી ચાની દુકાન

સરકારનું કહેવું છે કે દેશમાં રોજગારી વધી છે. જો કે, વાસ્તવમાં બેરોજગારીનો દર ઘણો વધી રહ્યો છે. ભારતમાં બેરોજગારી 7.2 ટકાની નજીક પહોંચી ગઈ છે. ઘણા ભણેલા-ગણેલા લોકો નોકરી શોધી રહ્યા છે.જેની પાસે નોકરી છે, તેમને અપેક્ષિત પગાર મળતો નથી. આ બેરોજગારીથી કંટાળીને એક યુવતીએ ચાની દુકાન શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે યુવતી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે.

તમે એમબીએ ચા વાળા ટી સ્ટોલ વિશે તો સાંભળ્યું જ હશે. પ્રફુલ્લ બિલોર નામના યુવકને નોકરી મળતી ન હતી. એટલે તેણે ચાની દુકાન શરૂ કરી. હવે પ્રફુલ્લની દેશની બહાર પણ ફ્રેન્ચાઈઝી છે. તેના ઉદાહરણથી પ્રેરીત થઈને આ યુવતીએ ચાની દુકાન શરૂ કરી છે.

યુવતીનું નામ પ્રિયંકા ગુપ્તા છે. તે અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. આટલું શિક્ષણ મેળવ્યા પછી પણ તે લગભગ 2 વર્ષ સુધી બેરોજગાર રહી. ઘણી જગ્યાએ ઈન્ટરવ્યુ આપ્યા, પણ નોકરી ન મળી. આખરે તેણે ચાની દુકાન શરૂ કરી.

પ્રિયંકા પટનામાં મહિલા કોલેજની સામે ચાનો સ્ટોલ ચલાવે છે. તેમણે કહ્યું કે જો પુરુષ ચાની સ્ટોલ ચલાવી શકે છે તો મહિલા શા માટે ટી સ્ટોલ ચલાવી શકતી નથી. ગુપ્તા હવે સારો નફો કરી રહ્યા છે. તે હવે કોફી શોપ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પ્રિયંકા ગુપ્તાએ કહ્યું કે, મેં નોકરીની શોધ કરી, પરંતુ ન મળી. તેથી ચાની દુકાન શરૂ કરવાનું નક્કી કર્યું. હું ટૂંક સમયમાં કોફી અને નાસ્તાની દુકાન શરૂ કરવાનું વિચારી રહ્યો છું. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે અત્યાર સુધી હું નોકરી મેળવવાના સપના જોતી હતી. હવે હું બીજાને નોકરી આપીશ.

Leave a Reply

Your email address will not be published.