EDએ મની લોન્ડરિંગ કેસમાં Amway Indiaની ₹757 કરોડની સંપત્તિ જપ્ત કરી છે

મોટી મોટી કંપનીઓ દ્વારા જનતાને છેતરવામાં આવતી હોય છે.તેવામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ ED એ ખૂબ જ મોટી કાર્યવાહી કરી છે. EDએ Amwayની રૂ. 757.77 કરોડની મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે.આ કંપની ખૂબ જ મલ્ટિ-લેવલ માર્કેટિંગ કંપનીની આડમાં લોકોને જોડવા દ્વારા છેતરપિંડી નો આરોપ લગાડવામાં આવ્યો છે.

સોમવારે ૧૮ એપ્રિલના દિવસે, કેન્દ્રીય એજન્સીએ amway પર કાર્યવાહી હાથ ધરી હતી. કેન્દ્રીય કક્ષાના અધિકારીઓ મીડિયા સામે કહ્યું કે આ કંપની સાથે જોડાયેલ તમામ જમીન-મિલકત, મશીનરી ,ઘર ,અને પૈસા દરેક નેજપ્ત કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા દરેક વસ્તુને જપ્ત કરી લેવામાંઆવી છે.

આ કંપનીને 36 અલગ-અલગ બેંકમાં એકાઉન્ટ હતા જેમાં 411 કરોડથી પણ વધુ રૂપિયા બેંકના ખાતામાં હતા તેમજ 345 કરોડની સંપત્તિ અસ્થાઈ રૂપે એજન્સી દ્વારા જબ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મની લોન્ડરિંગ કેસમાં આ કંપનીની તમામ પૈસા જપ્ત કરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કક્ષાના અધિકારીઓને કહ્યું છે આ કંપની દ્વારા માર્કેટમાં ચાલતા ભાવ કરતાં વધુ પૈસા લેવામાં આવતા હતા.

૨૭ હજાર કરોડથી પણ વધુ આવક

આ કંપની ભારતમાં 2002થી 2022 સુધી ૨૦ વર્ષમાં તેમણે ૨૭ હજારથી પણ વધુ કરોડ રૂપિયા કમાયા છે. ફક્ત ભારતમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ આ કંપની પોતાનો બિઝનેસ ચલાવી રહી છે તેમજ ડિસ્ટ્રીબ્યુટર ને 7588 કરોડ રૂપિયા નું આજ સુધી તેમને કમિશન આપ્યું.

કેન્દ્રીય કક્ષાના અધિકારીઓનું કહેવું છે કે આ કંપની દ્વારા ભારતના લોકોને છેતરપિંડી નું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ થોડા સમયમાં અમીર બનવા નું સપનું બતાવવામાં આવે છે પરંતુ તેમના જોડે થી પ્રોડક્ટ ખરીદવા માટે દવા આપવામાં આવે છે જેની કિંમત માર્કેટમાં ખૂબ જ ઓછી હોય છે અને આ લોકો વધુ પૈસા ચાર્જ કરતા હોય છે.

આ કંપની દ્વારા મેમ્બર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તે પ્રોડક્ટ સાથે કોઈ લેવાદેવા નથી. તે ફક્ત પોતાના નીચે માણસ જોડીને થોડા સમયમાં અમીર બની જાય તેવા સપના બતાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.