એક એવું ગામ કે જ્યાં ઘણી સુંદર સ્ત્રીઓ તરસે છે યુવકો સાથે લગ્ન કરવા માટે, જાણો આ ગામ વિશે

સામાન્ય રીતે એવું ઘણી વાર સંભાળવા મળતું હોય છે કે ભારત મા પુરુષો ની તુલનાએ સ્ત્રીઓ નુ પ્રમાણ ઘણું ઓછું છે. આ કારણોસર લગ્ન માટે પુરુષ ને ઝડપ થી કોઈ યુવતી મળતી નથી. જેનું મુખ્ય કારણ છે કે યુવતીઓ નુ પ્રમાણ યુવકો ની તુલનાએ ઓછું હોય તો એવું પણ શક્ય છે કે ઘણા પુરુષો કુંવારા જ રહી જતા હોય છે. આવું લગભગ દરેક માણસે પોતાની આજુ-બાજુ જોયું હશે અથવા તો જાત અનુભવ કર્યો હશે.

પણ આજ ના આ આર્ટીકલ મા વાત થાય છે એક એવા ગામ વિશે કે ત્યાં ઉપરોક્ત જણાવેલ બાબત ઉંધી પડે છે. એટલે કે અહિયાં સ્ત્રીઓ ને લગ્ન કરવા માટે પુરુષ મળતા જ નથી. એવું પણ નથી કે આ ગામ ની યુવતીઓ દેખાવે સારી નથી અથવા તો તેમના મા કોઈ ખોટખાપણ છે. તો પછી પ્રશ્ન આ ઉભો થાય છે કે આટલી સુંદર યુવતી હોવા છતાં પણ કેમ તેને કોઈ પુરુષ સાથી મળતો નથી. આ તો એક નવાઈ ની વાત છે. તો ચાલો જાણીએ શું છે આ પાછળ નુ સત્ય.

આ ગામ ની કુંવારી સ્ત્રીઓ પુરુષો સાથે લગ્ન કરવા તરસી રહી છે. જ્યારે આખા ભારત મા ભ્રુણ હત્યા ને લીધે યુવકો કુંવારા છે પણ તેને દુલ્હન મળતી નથી. આ યુવકો ની લગ્ન ની ઉમર વીતતી જાય છે છતાં તેને કોઈ છોકરી નથી મળતી. પણ આજે એક એવા ગામ ની વાત કરવી છે કે જ્યાં સુંદર તેમજ યુવાન સ્ત્રીઓ લગ્ન માટે યુવકો ની રાહ જોવે છે પણ તેમના સાથે કોઈ લગ્ન નથી કરતું. આ પાછળ શું છે રહસ્ય તો ચાલો જાણીએ.

આ વાત થાય છે બ્રાઝીલ દેશ ના કોર્ડેરો ગામ ની કે જ્યાં યુવતીઓ ઘણી સુંદર અને યુવાન હોવા છતાં પણ કોઈ યુવક તેમની સાથે લગ્ન નથી કરતો. જેનું મુખ્ય કારણ તો એવું છે કે અહિયાં આ ગામ મા યુવકો છે જ નહી. આ ગામ મા આશરે ૬૦૦ જેટલી યુવતીઓ કુંવારી જ બેઠી છે. અહિયાં યુવતી ની ઉમર વીસ વર્ષ થી શરૂ થાય અને પાંત્રીસ વર્ષે પૂરી થઇ જતી હોય છે છતાં પણ અહિયાં ની યુવતીઓ માટે કોઈ યુવક લગ્ન માટે રાજી નથી થતો.

ઘણી યુવતીઓ તો આ પરિસ્થિતિ થી કંટાળી ગામ છોડી શહેર મા યુવકો શોધવા ગઈ પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે ત્યાં પણ કોઈ યુવકે તેમનો સાથ ના આપ્યો. આ પાછળ નુ મુખ્ય કારણ છે આ યુવતીઓ ની એક શરત કે જેના લીધે કોઇપણ યુવક તેમની સાથે લગ્ન નથી કરતા અને આ શરત એવી છે કે જે કોઈ યુવતી ના લગ્ન થાય તો તે વ્યક્તિને તેની સાથે તેના ગામ મા રેહવા જવું પડશે. એટલે હવે કયો યુવક આ શરત ને આધીન થઇ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય.

Leave a Reply

Your email address will not be published.