ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર નીતિન ગડકરી કડક, કંપનીને ભારે દંડ ભરવાની ચેતવણી આપી

દેશમાં કેટલાક સમયથી ઈલેક્ટ્રીક સ્કૂટર માં આગ લાગવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે તેમજ સરકાર દ્વારા તેની ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવી રહી છે કેન્દ્રીય પરિવહન તેમજ રાજ માર્ગ મંત્રી નીતિન ગડકરીનું કર્યું છે જો ગાડી ને આગ લાગશે તો કંપની જવાબદાર રહેશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

નીતિન ગડકરીએ શું કીધું?

તેમને સોશિયલ મીડિયા ઉપર એક ટ્વિટ કર્યું હતું. છેલ્લા બે મહિનાથી ઈલેક્ટ્રીક ટુ વ્હીલરના કેટલાય કિસ્સા સામે આવ્યા છે સારી વાત તો એ છે કે તેમાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ ખૂબ જ લોકો ઘાયલ થયા છે. કંપનીને આ વિશે તપાસ કરાવવી જોઇએ અને થોડા સમયમાં તેમને નોટિસ આપવામાં આવશે. તેમજ ભારત સરકાર દ્વારા તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

ખરાબ વાહન ને પાછા લેવામાં આવશે

વાહન વ્યવહાર મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે જો કોઈ બહાર ખરાબ હશે તો કંપની તેને બદલી અથવા પૂરા પૈસા પાછા આપવા પડશે.

જો કોઈ પ્રોબ્લેમ દેખાતો તરત જ બદલી કરાવી દો

કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા ઈલેક્ટ્રીક સ્કૂટર બનાવતી કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે. તેમજ તેમને કહ્યું છે કે સરકાર આ વિશે તપાસ કરશે અને જો કોઈ કંપની ગ્રાહકને ઈલેક્ટ્રીક ગાડી બદલી નહીં આપે તો તેના વિરુદ્ધ કેસ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા CFEES તેમજ ડીઆરડીઓ અને iisc બેંગ્લોર કે વૈજ્ઞાનિકો આ વિશે તપાસ કરી રહ્યા છે અને ફોરેન્સિક લેબમાં તેમના રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે.

અચાનક જ ઈલેક્ટ્રીક સ્કૂટર માં થયો ધમાકો

છેલ્લા બે મહિનાથી ઈલેક્ટ્રીક સ્કૂટર માં અચાનક જ આગ લાગવાના કિસ્સા ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે. આ બનાવ ઓલા ઓકિનાવા અને pure ev ના સ્કૂટર માં જોવા મળ્યા છે. 30 એપ્રિલના દિવસે તેલંગાણામાં નિઝામાબાદ વિસ્તારમાં ઘરમાં રાખેલા સ્કૂટરને અચાનક જ આગ લાગી હતી. ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસ ને બોલાવતા બેટરી માં જોરદાર ધમાકો થયો હોય તેવું સામે આવ્યું છે. તેમજ ત્યાં ૮૦ વર્ષના એક વ્યક્તિનું મોત થયું અને બે લોકો ત્યાં ઘટના સ્થળ પર ઘાયલ થયા હતા. કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવના કારણે કંપનીઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં બેટરીનો ખૂબ જ પ્રોબ્લેમ હોય તેવું સામે આવ્યું છે. તે માટે ભારત સરકાર દ્વારા તેમના ઉપર સખત પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.