ઇલેક્શન પહેલા હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટ પાસેથી મળી મોટી રાહત, કોર્ટે સજા પર લગાવી રોક

ગુજરાતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, સુપ્રીમ કોર્ટ નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકતા તેણે કહ્યું કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.

આ રાહત હાર્દિક પટેલને આવનાર વિધાનસભા ચૂંટણી 2022 પહેલા મળી છે. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ અરજી કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે ચૂંટણી લડી શકે.

હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવા મારા અધિકારોનું હનન છે. 2019માં એક વખત હાર્દિક પટેલે ચૂંટણી લડવાની તક ગુમાવી ચુક્યા છે. પટેલના વકીલે કહ્યું કે હું સિરિયલ કિલર નથી, પોલીસે એમની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે.

આ પહેલા ગયા મહિને ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી.

અમદાવાદની એક સ્ત્ર અદાલતે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી. સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા.

2015માં થયેલા ઉપદ્રવોના મામલે 29 માર્ચ 2019ના રોજ હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી હતી જેમાં મહેસાણામાં 2015માં થયેલા ઉપદ્રવ મામલે એમના દોષસિદ્ધિનસ નિલંબિત કરવાની માંગ હતી. વર્ષ 2018માં નીચલી અદાલતે પાટીદાર નેતા હાર્દિક પટેલને રમખાણો ભડકાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published.