ફરી કોરોના બગાડશે IPLની બાજી! દિલ્લીની આખી ટીમ ક્વોરન્ટીન, ટીમના બે સભ્યો આવ્યા પોઝિટિવ

આઈપીએલની લોકચાહના દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે. પરંતુ કોરોના કાળ દરમિયાન સંકટના વાદળો જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આઈપીએલમાં દિલ્હીમાં ફિઝિયો બાદ વધુ એક કોરોના નો કેસ સામે આવ્યો છે. ત્યારબાદ સમગ્ર ટીમને મુંબઈમાં કરાવી દેવામાં આવી છે. દિલ્હી કેપિટલ દ્વારા આગામી મેચ 20 તારીખ ના રોજ પંજાબ સામે રમાવાની છે.

ફરીથી કરવામાં આવી ભૂલ

પેટ્રિક ફરહાર્ટ દિલ્હીના ટીમમાં રહેલા દરેક પ્લેયરના સંપર્કમાં આવ્યા હતા. માટે ટીમ માં રહેલા દરેક વ્યક્તિ નો કોરોના કેસ કરવામાં આવ્યો હતો. સુત્રો આધારિત જો કોઈ પ્લેયર પોઝિટિવ આવશે તો તેને આઇસોલેશન માં મુકવામાં આવશે. અને મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવશે. 1 વર્ષ પહેલા કોરોના કાળ દરમ્યાન બાયોબબલ હોવા છતાં કેટલા કોરોના ના કેસો નોંધાયા હતા. ત્યાર બાદ બીસીસીઆઈ ipl થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી અને બાકી રહેલી મેચ દુબઈમાં રમાડવામાં આવી હતી.

આ વર્ષ દરમિયાન દિલ્હી નુ પરફોર્મન્સ થોડું ખરાબ છે

2022 માં રમતી આઈપીએલમાં જો વાત કરવામાં આવે દિલ્હી કેપિટલ્સ તો અત્યાર સુધી તે પાંચ મેચો રમી છે પરંતુ ફક્ત બે મેચોમાં તેમને જીત મળી છે અને ત્રણ મેચ માં હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષ દરમિયાન તેમનું પર્ફોમન્સ ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે.

બેંગ્લોર સામે દિલ્હી 16 રન થી હર્યું

આ વર્ષે આઈપીએલમાં કુલ 10 ટીમો રમી રહી છે. દિલ્હી અને બેંગ્લોર ની મેચ માં બેંગલોરે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ દિલ્હી 16 રન થી મેચ હર્યું હતું.
આ વર્ષે દિલ્હી દ્વારા ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.