ફેક્સા બનાવવા છે મજબુત, તો આજથી જ ભૂલ્યા વગર હળદર સાથે આ ત્રણ વસ્તુઓ ઉમેરીને શરુ કરી દો સેવન…

મિત્રો, જો તમને વધારે પડતું ચાલવાથી કે સીડી ચડવાથી શ્વાસ નથી ચડતો કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થતી તો તમારા ફેફસા મજબૂત છે. તેથી તમે ઘણા રોગોનો સામનો કરી શકો છો. ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો પણ બેદરકારી દાખવે છે. જેને લીધે તેમણે મોટા રોગોનો શિકાર બનવું પડે છે.

વધતું જતું હવાનું પ્રદૂષણ, ધુમ્રપાન ની ખરાબ આદત, અમુક પ્રકારની એલર્જી, શ્વાસ રોગ આ બધાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી ગળાની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. આપણા શરીરને ચલાવવા માટે ઓક્સીજન જરૂરી છે અને ફેફસા શરીરમાં લોહી દ્વારા ઓક્સિજન પહોંચાડે છે.

જો તમારા ફેફસા નબળા છે તો તમને કોરોના વાયરસથી ચેપ લાગવાની સંભાવના વધારે છે. કેમ કે આ વાયરસ ગળા અને નાક માંથી સીધો ફેફસામાં પ્રવેશે અને તેને નબળા પડી ડે છે. તેથી તે ઘણા લોકો માટે જીવલેણ પણ બને છે. તેથી ફેફસાને મજબૂત અને કાર્યશીલ રાખવા ખૂબ જરૂરી છે. તેના માટે તમારે આહારનું ખાસ ધ્યાન રાખવું.

આ ઉપરાંત નિયમિત યોગ કરવા. જેનાથી તમારા ફેફસાં મજબૂત થશે. આજે આપણે એક આયુર્વેદિક પેસ્ટ બનાવતા શીખીશું જેનાથી તમારા ફેફસાં મજબૂત બનશે અને બીજા રોગો સામે પણ રક્ષણ મળશે. તો ચાલો જોઈએ ફેફસાને મજબૂત બનાવવા માટે ની પેસ્ટ કેવી રીતે બનાવવી. આ પેસ્ટ બનાવવા માટે તમારે કાચી હળદર અથવા હળદર નો પાઉડર અડધી ચમચી, ૫-૬ લસણ, થોડું આદું, અડધી ડુંગળી આ વસ્તુઓની જરૂર પડશે.

પેસ્ટ બનાવવાની રીત :

સૌપ્રથમ મિક્સરમા હળદર, આદુ, લસણ, ડુંગળી નાખો અને તેની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં દિવ્યધારના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવીને મિક્સ કરી લો. આ પેસ્ટ ને છાતી પર લગાવી લો. ત્યારબાદ તેના પર સુતરાઉ કાપડ લપેટી લો. તેનાથી તમારા ફેફસાં મજબૂત બનશે અને ફેફસાંને લગતી અન્ય બીમારી પણ દૂર થશે. આ પેસ્ટનો ઉપયોગ નિયમિત રીતે કરવો. તેનાથી જલદી તમને શ્વાસ ની બધી તકલીફ દૂર થઈ જશે.

આ ઉપરાંત ધૂમ્રપાન કરવાનું ટાળો. સવારે વહેલા ઊઠીને ખુલી હવા માં ચાલવા કે દોડવા જવું. સવારે વાતાવરણમાં ઓક્સિજન નું પ્રમાણ વધારે હોય છે. તેથી શરીરમાં વધુ પ્રમાણમાં ઓકશીજન મળશે. હવા અને સ્વચ્છ રાખવા માટે ઘરમાં તેમજ આજુ બાજુ વૃક્ષો વાવો. તમે ઘરમાં નાના છોડ પણ વાવી શકો છો. જે તમારા ઘરની હવા સ્વચ્છ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *