ફેમસ સિંગર કૃષ્ણકુમાર 53 વર્ષે લાઈવ કોન્સર્ટ માં હૃદય હુમલાના કારણે નિપજ્યું મોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જતાવ્યું દુઃખ

ખૂબ જ મોટા ગાયક કલાકાર કૃષ્ણકુમાર નું એટલે કે કે નું કોલકાતામાં ૫૩ વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. કોલકાતામાં એક મંચ ઉપર શો કરી રહ્યા હતા તે સમયે અચાનક તેમની તબિયત બગડી હતી અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by KK (@kk_live_now)

મળતી માહિતી મુજબ કૃષ્ણ કુમાર નું હ્રદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું છે પરંતુ ડોક્ટરો દ્વારા કોઈ ચોક્કસ રીતે માહિતી આપવામાં આવી નથી. તેમના પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કૃષ્ણકુમાર બોલીવુડ જગતના ખૂબ જ લોકપ્રિય સિંગર છે ફક્ત હિન્દી જ નહીં પરંતુ અનેક ભાષાઓમાં તેમને ગીત ગાઈ ને ચાહકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. પોતાના જીવનની શરૂઆત ૯૦ના દાયકામાં યારો ગીત ગાઈને શરૂઆત કરી હતી. તે રોમાંટિક ગીત થી લોઈને પાર્ટી ગીત દરેક ગીતોમાં તેમને સફળતા મળી હતી.

કૃષ્ણકુમાર સૌપ્રથમ આલ્બમ પાલ વર્ષ 1999માં રિલીઝ કર્યું હતું. ત્યાર બાદ બોલિવૂડમાં જવા માટે તેમને અથાક પ્રયત્ન કર્યા હતાં. અને બોલિવૂડના અનેક મુવી મા જોવા મળ્યા હતા.

બોલીવુડ જગતના દિગ્ગજ કલાકારો સાથે તેમણે કામ કર્યું હતું સલમાન ખાન અજય દેવગન એશ્વર્યા રાયની અનેક મુવી માટે જોવા પણ મળ્યા છે. કૃષ્ણકુમાર ને સૌથી ફેમસ ગીત તડપ તડપ કે ઇસ દિલ મેં આજે પણ લોકો ખૂબ જ પ્રેમથી સાંભળી રહ્યા છે. તે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સુંદર ગીતો બોલીવુડ જગતને આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કૃષ્ણકુમાર ના અકસ્માત મૃત્યુના કારણે પોતાનું દુઃખ જાહેર કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે તમારા ગીતો આ જીવન જીવતા રહેશે. અમે હંમેશા તમને તમારા ગીતો દ્વારા યાદ રાખીશું. કૃષ્ણકુમાર ના પરીવારજને સંવેદના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.