ફેન્સ માટે આવી રહી છે અનુપમાની પ્રિકવલ, 17 વર્ષ પહેલાંની અનુપમાની જિંદગીથી કરાવશે રૂબરૂ

ટીવી સીરિયલ ‘અનુપમા’ના ફેન્સ માટે શોના મેકર્સ એક નવો ડોઝ લઈને આવી રહ્યા છે. આ સિરિયલની પ્રિક્વલ સિરીઝ આવી રહી છે, જેનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 25 એપ્રિલથી પ્રસારિત થશે. આ સિરીઝ ચાહકોને અનુપમાના ભૂતકાળમાં 17 વર્ષ પાછળ લઈ જશે. જ્યારે તે અમેરિકા જવાનું સપનું પૂરું કરવા માંગતી હતી.

આ સિરિયલમાં સરિતા જોશી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જે અનુના દાદીમાની સાસુનો રોલ કરશે. ટીઝરમાં દાદી સાસુ ઝુલા પર બેઠી છે અને અનુ તેમની સાથે ઉભી છે. તેમની સામે મહોલ્લાની મહિલાઓ બેઠી છે. જે વાત કરે છે કે અનુપમા અમેરિકા જશે તો તેના બાળકોનું ધ્યાન કોણ રાખશે. તેઓ ખાવા-પીવા અને શાળા કેવી રીતે કરી શકશે, ઘણી મુશ્કેલી પડશે.

ત્યારે દાદી સાસુ કહે છે કે જ્યારે બાળકોની સંભાળ રાખવાની વાત આવે છે ત્યારે તમે પિતાને કેવી રીતે ભૂલી શકો. બધી જવાબદારી ફક્ત માતા પર જ કેમ? બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પિતાની સમાન હોય છે. ટીઝર જોઈને ખબર પડે છે કે આ સિરીઝ અનુપમા અને તેના સપનાની આસપાસ બનવા જઈ રહી છે.

જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ આ વિશે જણાવ્યું હતું કે આ સીરીઝ દ્વારા તેના ફેન્સ તેના પાત્રને સારી રીતે જાણી શકશે. અભિનેત્રીએ કહ્યું, “અનુપમા એક એવું પાત્ર છે જેણે મને એક અભિનેતા અને એક મહિલા તરીકે વધુ વિકાસ કર્યો છે. અનુપમા સિરિયલ પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય છે, મને ખાતરી છે કે આ પ્રિક્વલ દર્શકોને અનુના પાત્ર કરતાં પણ વધુ આપશે.

Leave a Reply

Your email address will not be published.