ગડા ઇલેક્ટ્રોનિકસનો જલ્દી જ ખુલશે રહસ્ય, શુ બદલાઈ જશે જેઠાલાલની દુકાન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે જેઠાલાલની દુકાનમાં કામ ચાલી રહ્યું છે, તો દુકાનનું કામ ગોડાઉનમાંથી જ થઈ રહ્યું છે. તો સવાલ એ છે કે શું જેઠાલાલની દુકાન પણ કલાકારોની જેમ બદલાવવાની છે. એ રહસ્ય પરથી પડદો ઉઠશે કારણ કે આગામી એપિસોડમાં જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સ બતાવવામાં આવશે.

તારક મહેતાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલ હવે દુકાનની ચાવી લેવા જઈ રહ્યા છે. જે માટે દુકાન બંધ હતી તે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેઠાલાલ ટૂંક સમયમાં વેરહાઉસને બદલે દુકાનમાં જોવા મળશે. હવે નવો પ્રશ્ન એ છે કે શું જેઠાલાલની દુકાન બદલાશે.

શોમાં અત્યાર સુધી જે રીતે દુકાન દેખાડવામાં આવી નથી તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે દુકાન બદલવામાં આવશે. આ ટૂંક સમયમાં આગામી એપિસોડ્સમાં જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ હાલના દિવસોમાં પણ તારક મહેતા કા ઉલટા ચશ્માનો એક મજેદાર એપિસોડ બતાવવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે આ દિવસોમાં દર્શકોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાલી રહેલા એપિસોડને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. પોપટની જેમ દર્શકો પણ આ બહુપ્રતિક્ષિત લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ, દયા બેન, સોઢી અને અંજલિ પછી તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને બાય કહી દીધું છે, જોકે શોના નિર્માતા અસિત મોદીએ આ વાતને નકારી કાઢી છે.

Leave a Reply

Your email address will not be published.