ગઈકાલે રાત્રે કુદરતે બતાવ્યો કાળો કહેર, લોકો ત્રાહિમામ 33 લોકોના મોત, PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું

બિહારમાં અચાનક વરસાદ સાથે ભારે પવનના કારણે 16 જિલ્લામાં 33 લોકો નુ મોત નિપજ્યું છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં વિજળી પડવાના કારણે લોકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પરિવારજનોને આર્થિક રીતે ચાર ચાર લાખ રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી છે. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આશ્વાસન પાઠવવામાં આવ્યું છે. પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને મૃતક લોકોની ભગવાન શાંતિ આપે તેવું નરેન્દ્ર મોદી દ્વારા આશ્વાસન પાઠવવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ઘટના ઉપર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ચાર ચાર લાખ રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી છે અને નીતીશકુમારે ટ્વિટ કરીને 33 લોકોની મોત પાછળ દુઃખ જતાવી છે. તેમજ બિહારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાગલપુર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના કારણે સૌથી વધુ નુકસાન ત્યાં જોવા મળ્યું છે. વીજળી પડવાના કારણે સાત લોકોનું મોત નિપજ્યું છે. ગુરુવારના દિવસે અચાનક જ વાતાવરણમાં બદલાવના કારણે મોટા ભાગ લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.