ગાંધીનગર મેડિકલ કોલેજમાં ભણતી MBBS ની છોકરીનો આપઘાત, રૂમમાં થી મળી સુસાઇડ નોટ

છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમ્યાન આત્મહત્યા કરતા હોય છે. પરંતુ આજે ગુજરાતના ગાંધીનગર શહેરમાં મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતી એક છોકરીએ ધાબા ઉપરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે આ યુવતીનું નામ આસ્થા પંચાસર છે જે ની ઉમર ૨૦ વર્ષ છે. આ બનાવ બાદ ઘટના સ્થળ ઉપર પોલીસ આવી ગઈ હતી.

ધાબા ઉપરથી છલાંગ લગાવી કરી આત્મહત્યા

ગુજરાતના ગાંધીનગર શહેરમાં આવેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આસ્થા સંજયભાઈ પંચાસર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેમજ બીજા વર્ષની રીપીટર પરીક્ષા આપવા માટે ગઈ હતી. આજ સવારે આસ્થાએ પોતાના હોસ્ટેલના ધાબા ઉપર જઈને છલાંગ લગાવી આત્મહત્યા કરી દીધી છે.

રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી

આ બનાવ બાદ ઘટના સ્થળ ઉપર પોલીસ વધુ તપાસ માટે આવી ગઈ હતી. વધુ તપાસ દરમિયાન આસ્થા રીપીટર ની પરીક્ષા આપી રહી હતી તે વાત નો મીડિયા સમક્ષ ખુલાસો થયો છે અને તેના પિતા કામ અર્થે દુબઈમાં રહે છે.

આ યુવતીના દાદા-દાદી ગાંધીનગરનાં સેકટર પાંચમા છે. તેમજ આસ્થા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આસ્થા એ ગાંધીનગર કોલેજ માં વિદેશી કોટા ઉપર એડમિશન લીધું હતું. પોલીસે વધુ તપાસ દરમિયાન તેમને એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું, પપ્પા અને મમ્મી હું ભણવાના લીધે હું આપઘાત કરું છું.

તેમજ મેડીકલ કોલેજમાં વધુ પુછતાછ કરવામાં આવી રહી છે.જ્યારે તેમના દાદા દાદી ને આ વિશે જાણ કરવામાં આવી છે તેમજ આસ્થાની લાશને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે.

થોડા સમય પહેલાં આસ્થા નો જન્મદિવસ હતો

પીએસઆઇ દિપક પરમાર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ૧૪ એપ્રિલના રોજ આસ્થા નો જન્મદિવસ હતો. આ સ્થાને એક વર્ષ પહેલા એટીકેટી આવી હતી પરંતુ આ વર્ષ દરમિયાન તેનું પેપર ખરાબ જતા તે ખૂબ ટેન્શનમાં આવી ગઈ હતી. અને દાદા સાથે કોલ માં વાતચીત કરતાં તે ખૂબ રડવા લાગી હતી.

ત્યારબાદ દાદાએ તેમને ખૂબ સમજાવી હતી. આસ્થા પોતાનો અભ્યાસ દુબઈમાં કર્યો હતો પરંતુ તે ડોક્ટર બનવા ઇચ્છતી હતી ત્યારબાદ તે ધોરણ 12 પછી NRI કોટામાં એડમિશન લીધું હતું પરંતુ પેપર ખરાબ હતા આ યુવતીએ આપઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.