‘ગરમી વધુ, ચોમાસુ વહેલું’ અંબાલાલ પટેલે વરસાદને લઈ જાણો શું કરી મોટી આગાહી

ઉનાળાની ગરમી દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે તેવામાં અંબાલાલ પટેલ હવામાન ની આગાહી કરતા જણાવ્યું છે કે 15 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. તેમજ આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે ખૂબ જ સારું જોવા મળશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ જોવા મળી શકે છે. અરબી સાગરમાં હવામાન પલટો જોવા મળી શકે છે તેમજ સપ્ટેમ્બર મહિનામાં ૯૯ ટકા વરસાદ થશે. ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં ૧૫ મે ના દિવસે સમુદ્ર તરફ થી સારો વરસાદ જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસુ સાત દિવસ વહેલું આવે તેવી સંભાવના આંકવામાં આવી રહી છે.

તો ચોમાસાની શરૂઆત પહેલા થશે તો ખેડૂતોને સારો એવો લાભ થઈ શકે છે. હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ થોડું વહેલું જોવા મળશે જેના કારણે સારો પાક ખેડૂતો લઇ શકશે.

ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. અંદામાન નિકોબાર ટાપુ, તેમજ બંગાળની ખાડીમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત જોવા મળી રહી છે. દરેક વર્ષે ચોમાસુ 22 મેના રોજ જોવા મળતું હોય છે પરંતુ આ વર્ષ દરમિયાન એક અઠવાડિયું પહેલા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.