ગરમીથી બચવા માણસે કર્યો એવો જુગાડ કે યુઝર્સ લેવા લાગ્યા મજા, જોઈ લો વિડીયો

એ વાત સૌએ સ્વીકારવી પડશે કે હિન્દુસ્તાની જુગાડમાં સૌથી આગળ છે . દેશભરમાં આકરી ગરમી પડી રહી છે અને ઘણી જગ્યાએ પારો 40ની ઉપર પહોંચી ગયો છે.તેની સાથે જ દેશના અનેક નાના ગામડાઓમાં કલાકો સુધી વીજકાપના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.

હવે આવી સ્થિતિમાં એક ભારતીયે વીજળી વગર પંખો ચલાવવાનો જુગાડ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની ખૂબ મજા લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈએએસ ઓફિસર અવનીશ શરણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે ધોતી પહેરેલ એક વ્યક્તિ હાથ વડે પંખો ચલાવે છે અને પછી બેડ પર સૂઈ જાય છે.

આ પછી પંખો થોડીવાર ફરવા લાગે છે અને થોડીવાર માટે માણસ હવાનો આનંદ લે છે. પંખો બંધ થતાં જ તે માણસ ફરીથી આવીને તેને ફેરવીને ફરીથી સૂઈ જાય છે.

આઈએએસ ઓફિસર અવનીશ શરણે આ વીડિયો વિશે લખ્યું છે કે, “આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ.” તમને જણાવી દઈએ કે યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મોટાભાગના લોકો આ વિડિયો વિશે મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે એક યુઝરે માન્ય સવાલ પૂછ્યો કે ભલે આને મજાક તરીકે લઈએ, પરંતુ ભારતના ગામડામાં વીજળીના થાંભલા અને વાયરો પહોંચી ગયા છે, પરંતુ તેમાં કરંટ જેવું કંઈ નથી.

આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારનું ધ્યાન નથી. આ આપણા દેશના લોકોનું દુર્ભાગ્ય છે અને વિકાસના નામે વોટ લેનારા નેતાઓના મોઢા પર થપ્પડ છે.

Leave a Reply

Your email address will not be published.