ગાય માતાની રક્ષા માટે જીવની પરવાહ કર્યા વિના સિંહ સાથે લડી પડ્યો આ વ્યક્તિ, જોઈ લો સહસભર્યો વિડીયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગાયને બચાવવા એક માણસ ડર્યા વગર સિંહ સાથે લડી પડ્યો હતો. સિંહે તેને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે માણસ તેનાથી ડર્યો નહીં અને હાથમાં લાકડી લઈને સિંહ તરફ આગળ વધ્યો. વાયરલ વિડીયો જોયા પછી એવું લાગી રહ્યું છે કે એનાથી ડરીને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ગાય ઝડપથી દોડતી વ્યક્તિ તરફ જાય છે. ગાયના ઝડપી ભાગી જવાનું કારણ તેની પાછળ સિંહ હોવાનું જાણવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by WildLife Tube📺 (@wildlife.tube)

જો કે, આ પછી વ્યક્તિ ગાયની સુરક્ષા માટે હાથમાં લાકડી લઈને બહાર આવે છે. તેણે લાકડી વડે સિંહને ડરાવ્યો. જે બાદ સિંહ ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં પછી એક બકરી અને એક બે ગાય પણ માણસ પાસે આવી જાય છે.

વાયરલ વીડિયો જોઈને ખબર પડી જાય છે કે આ વીડિયો કોઈના ઘર કે કોઈ ગૌશાળાનો છે. જ્યાં અનેક ગાયો હાજર છે અને ત્યાં અચાનક સિંહ આવી ગયો હતો. જે બાદ ગાયોની રક્ષા માટે નિર્ભયતાથી તે વ્યક્તિ સિંહ સામે લડવા આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. આ અંગે લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સ આ વ્યક્તિના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમણે જે રીતે ડર્યા વિના ગાયોનું રક્ષણ કર્યું તેના માટે તેમની પ્રશંસા થઈ રહી છે. તેમની બહાદુરી માટે ઘણા લોકોએ તેમને સલામ કર્યા.

Leave a Reply

Your email address will not be published.