ઘરમાં આ જગ્યાએ રાખો લવિંગ અને એલચી, ઘરમાં થશે ધનવર્ષા

આજ ના આ લેખ મા પૈસા કેવી રીતે કમાવવા માટે ના ઘણા અસરકારક ઉપાય દર્શાવવા મા આવ્યા છે. આ જણાવેલ પ્રયોગ કરવાથી ઘર મા ક્યારેય પૈસા થી લગતી મુશ્કેલીઓ સર્જાતી નથી. આ જણાવેલ ઉપાય નો ઉલ્લેખ આપળા ધર્મ શાસ્ત્રો મા પણ કરવામા આવ્યો છે. તો ચાલો જાણીએ કયો છે આ ઉપાય કે જેનાથી ઉપયોગ માત્ર થી થાય છે અઢળક ધન લાભ.

તો આજે વાત કરવી છે આ એવા ઉપાય વિશે કે જેમાં ઉપયોગ કરવામા આવે છે એક લવિંગ તેમજ એક એલચી નો. તમે ઘણી વખત સારા પ્રસંગો મા કે પછી લગ્ન કે હવન સમયે તમે એલચી ને ત્યાં બીજી વસ્તુઓ સાથે જોઈ હશે. આ દરેક સુભ કાર્યો મા એલચી અલગ જ મહત્વ ધરાવે છે.

આ સાથે બીજું છે લવિંગ કે જેનો ઉપયોગ આદિઅનાદી થી રસોડા મા રસોઈ બનાવવા માટે કરવામા આવે છે. આ બંને વસ્તુઓ ઘણી મહત્વ ની તો છે જ સાથોસાથ તેના ઉપયોગ કરવા થી બીજા પણ ઘણા ફાયદાઓ છે. આ બંને વસ્તુઓ નો ઉપયોગ હિંદુ ધર્મ મા સૂચવ્યા મુજબ જો કરવામાં આવે તો તેના થી ઘણો લાભ થાય છે.

હવે આ ઉપરોક્ત જણાવેલ બન્ને વસ્તુઓ નો ઉપયોગ કરવા માટે નવ લવિંગ સાથે નવ એલચી લઇ તેને એક સ્વચ્છ શ્વેત કે સફેદ કપડા મા બાંધી ને નવ વાર માતા ગાયત્રી ના મંત્ર નો ઉચ્ચારણ કરવો. ત્યારબાદ રાતે ઊંઘતા સમયે આ શ્વેત કપડા મા વાળેલ પોટલી ને ઓશિકા નીચે રાખી ને સુઈ જવું. ત્યારબાદ પ્રાતઃ વેહલા નિત્યક્રમ થી નિવૃત થઇ આ ઓશિકા નીચે રાખેલ પોટલી ને લઇ ચાર રસ્તા વચ્ચે ફેકી દેવી અને પાછુ વળીને ન જોવું.

ઘરે પોહચ્યા બાદ ફરી પાછુ નવ વખત માતા ગાયત્રી ના મંત્ર નો ઉચ્ચારણ કરવો. આ ઉપાય કરવાથી ઘર ની આર્થિક સમસ્યાઓ નો અંત આવે છે. આ સાથે ઘર મા રહેલ નકારાત્મક ઉર્જા દુર રહે છે સાથોસાથ આવતા પણ અટકી જાય છે. આ ઉપાય કરવાથી ઘર ની સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ધન કમાવવા માટે ના જુદા-જુદા સ્ત્રોત મળે છે.

Leave a Reply

Your email address will not be published.