ધર્મેન્દ્ર પછી મિથુન ચક્રવર્તીની તબિયત થઈ ખરાબ, હાલત જોઈને ફેન્સ ગભરાઇ ગયા

બોલિવૂડ જગતમાંથી સતત શોકિંગ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા ધર્મેન્દ્ર બાદ હવે મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી તેમની એક તસવીર પણ વાયરલ થઈ છે, જેને જોઈને લોકો મિથુન દાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વાયરલ થયેલી તસવીરમાં અભિનેતા હોસ્પિટલના પલંગ પર બેભાન અવસ્થામાં સુતેલા જોવા મળે છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરતા પૂર્વ બીજેપી સાંસદ અનુપમ હઝરાએ લખ્યું- ‘જલ્દી સાજા થઈ જાઓ મિથુન દાદા’.

धर्मेंद्र के बाद मिथुन चक्रवर्ती की तबीयत हुई खराब, ऐसी हालत देख डरे फैंस - mithun chakraborty admit in hospital-mobile

મિથુનને આ હાલતમાં જોઈને તેના ચાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, લોકોની ચિંતાને જોઈને મિથુનના પુત્ર મિમોહ ચક્રવર્તીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે- તેના પિતાને કિડની સ્ટોનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ હવે તેમની તબિયત સારી છે અને તેમને બેંગ્લોરની હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણ ફિટ અને ફાઇન છે.

धर्मेंद्र के बाद अब अस्पताल में भर्ती हुए मिथुन चक्रवर्ती, तस्वीर देख घबराए फैंस! – जनमत लाइव

તમને જણાવી દઈએ કે મિથુન દા ટીવીના રિયાલિટી શો ‘હુનરબાઝ’માં જજ તરીકે જોવા મળ્યા હતા. આ સિવાય તાજેતરમાં જ તે નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં અભિનેતા અનુપમ ખેર અને અભિનેત્રી પલ્લવી જોશી સાથે જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.