ઘરવાળીની સામે ચક્કર ચલાવશે વનરાજ, અનુપમાના કારણે કપાશે નાક

સીરીયલ ‘અનુપમા’ પ્રિક્વલ ‘અનુપમા નમસ્તે અમેરિકા’ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર ધમાલ મચાવી રહી છે. આજે ‘અનુપમા નમસ્તે અમેરિકા’નો પ્રથમ એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવ્યો છે. તમે ‘અનુપમા નમસ્તે અમેરિકા’ના પહેલા એપિસોડમાં જોયું હશે કે, લગ્ન પછી અનુપમા અમેરિકા જવાના સપના જોવે છે.

મોટી બા આ કામમાં અનુપમાને સંપૂર્ણ મદદ કરે છે. જો કે 17 વર્ષ પહેલા પણ લીલા અનુપમા સામે ઉભી છે. એ વાત અલગ છે કે મોટી બાની સામે લીલાનું કઈ ચાલતું નથી. મોટી બા લીલાને ઘરની નોકરાણી બનાવીને રાખે છે. વનરાજ પણ અનુપમાને ભાવ નથી આપતો.

વનરાજ અનુપમાને ગવાર અને અભણ માને છે. જોકે, તે અનુપમાને આ વાત કહેતા ખચકાય છે. વનરાજ અનુપમા સામે સારો પતિ હોવાનો દેખાડો કરે છે. દરમિયાન, ‘અનુપમા નમસ્તે અમેરિકા’ની વાર્તામાં એક ભયંકર ટ્વિસ્ટ આવવાનો છે, જેના પછી વનરાજની દુનિયાનો તબાહ થઈ જશે.

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને અલ્પના બુચ સ્ટારર ટીવી શોના આગામી એપિસોડ્સમાં તમેં જોશો, અનુજ અનુપમાને તેના બોસની પાર્ટીમાં લઈ જવાનો ઇનકાર કરી દેશે. વનરાજના ઇનકાર પછી પણ અનુપમા જીદ છોડશે નહીં.

અનુપમા વનરાજની પાછળ બોસની પાર્ટીમાં પહોંચશે. પાર્ટીમાં જતાની સાથે જ અનુપમા પાર્ટીમાં શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપશે. અનુપમાને ભરી મહેફિલમાં નાચતી જોઈને વનરાજનું માથું શરમથી ઝૂકી જાય.

પાર્ટીમાં અનુપમાનો ડાન્સ જોઈને વનરાજના બોસ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ જશે. વનરાજના બોસ અનુપમાને અમેરિકા જવાની ઓફર કરશે. આ જાણીને અનુપમાનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી જશે. જોકે, વનરાજ અનુપમાની ખુશી સહન કરી શકશે નહીં.

અનુપમા નમસ્તે અમેરિકાના આગામી એપિસોડમાં વનરાજ ચોરીછુપી તેની ગર્લફ્રેન્ડને મળવા જશે. આવતાની સાથે જ વનરાજ તેની પ્રેમિકાને ગળે લાગશે. વનરાજ તેના એક્સ્ટ્રા મેરેટીયલ અફેરની વાત અનુપમાથી છુપાવશે.

અમેરિકા જવાની વાત સાંભળીને વનરાજ ગુસ્સે થશે. વનરાજ અનુપમાના કહ્યા વગર એના પાસપોર્ટને આગ લગાડી દેશે. વનરાજની આ હરકતથી સ્પષ્ટ છે કે તે અનુપમાને કોઈપણ સંજોગોમાં અમેરિકા જવા દેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.