ગીર સોમનાથમાં ભૂકંપના સતત બે ઝટકા, લોકો ડરીને રોડ પર આવી ગયા

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં સોમવારે (2 મે) સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈએન પોતાના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા.

જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જિલ્લા મથક વેરાવળથી 25 કિમી દૂર આવેલા તાલાલાના ગ્રામજનો એ સમયે ઊંઘમાં હટ્સ જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.

અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે આજે સવારે 4.0 અને 3.2ની તીવ્રતાના સતત બે આંચકા અનુભવાયા હતા. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાનના અહેવાલ નથી.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે 4.0 ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ સવારે 6.58 વાગ્યે અનુભવાયો હતો, તેનું કેન્દ્ર તાલાલા ગામથી 13 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. બીજો આંચકો સવારે 7.04 કલાકે નોંધાયો હતો, તેનું કેન્દ્રબિંદુ તાલાલાથી નવ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

Leave a Reply

Your email address will not be published.