ગોવાના બીચને પણ ટક્કર મારશે ગુજરાતના આ દરિયા કિનારા

ઉનાળાની શરૂઆત થતાં લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. જો વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆતમાં લોકો દીવ દમણ બાજુ જતા નજર આવે છે.

 

બે વર્ષ બાદ આજે દબાણમાં પ્રવાસીઓની ખૂબ જ ભીડ વધી ગઈ છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા તેમજ બીચ જેવા અને વોટરપાર્ક આવેલ છે. જેના કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફક્ત મધ્યગુજરાત નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકો અહીંયા મજા માણવા આવતા હોય છે.

કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અત્યારે દમણ જઈ રહ્યા છે. દમણ ને મીની ગોવા તરીકે ગુજરાતી ઓળખે છે. છેલ્લા કેટલાક સમયથી લોકોની અહીંયા ખૂબ જ વધુ ભીડ જોવા મળી રહી છે. દિવસેને દિવસે ગરમી ખૂબ જ વધી રહી છે અને આવામાં ગુજરાતી લોકો પોતાનો સમય પસાર કરવા માટે અલગ અલગ સ્થાન ઉપર જતા નજર આવે છે. જેના લીધે બે વર્ષ બાદ દમણ માં ટુરીઝમ ખૂબ જ વધી ગયું છે.

દમણની સાંજ ખૂબ જ ફેમસ છે. લોકો ત્યાં દરિયાકિનારે આથમતો સુરજ જોવા માટે દૂર દૂરથી આવે છે. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ નજીકના કેટલા રાજ્યો માંથી પણ લોકો daman નિહાળવા માટે આવતા હોય છે. આ નાનકડું પર્યટક સ્થળ સમગ્ર દેશભરમાં ખૂબ જ ફેમસ થયો છે દરિયાકિનારે સુંદરતા જોવા માટે લોકો વધુ સંખ્યામાં આકર્ષાય છે.

આ દરિયા કિનારે સ્વચ્છ હોવાથી લોકો ફરવા માટે આવા નવા આવતા જતા હોય છે.ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ લગાવેલ છે પરંતુ દમણમાં દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જેના કારણે વધુ સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. કોરોના મહામારી દરમિયાન લોકોના ધંધા બંધ થઈ ગયા હતા પરંતુ આજે દમણમાં લોકોને આકર્ષણ વધતા ફરી એકવાર ધંધામાં તેજી જોવા મળી છે.

દમણ દરિયા ની સુંદરતાના કારણે ફેમસ બનેલ છે. ગુજરાત રાજ્યના પર્યટકો અહીંયા મજા માણવા માટે આવે છે. એટલા માટે દમણ ને મીની ગોવા તરીકે ઓળખવામાં આવે છે. આ દરીયાકીનારો એટલો સુંદર છે કે વિદેશ ના દરિયા કિનારો ની પણ ટક્કર આપી શકે છે. દિવસેને દિવસે લોકો અહીંયા ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Leave a Reply

Your email address will not be published.