ગ્લોબલ પાટીદાર સમિટ ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ કરી ટકોર, તમારા બાળકો જો ઝંડો લઈને….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત માં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટનું ઉદ્ઘાટન કરતાં કેટલી જોરદાર વાત પણ કહી હતી. આ તકે તેમણે પાટીદારોને ખાસ અંદાજમાં ટકોર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં પાટીદાર સમાજને તેમની આગવી અદામાં ટકોર કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના ખાસ અંદાજમાં કહ્યું હતું કે ” જ્યોતિગ્રામ યોજના આવી તે પહેલા કેવા અંધારામાં રહેવું પડતું હતું તે વાત તમારા એ બાળકોને જણાવો જે ઝંડા લઈને મુર્દાબાદ મુર્દાબાદ કરતા નીકળી પડે છે….”

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં અમારો વિરોધ કરીને અમારી વિરુદ્ધ નારેબાજી કરતા છોકરાઓને સમજાવવું જરૂરી છે કે પહેલા કેવા દિવસો હતા.. એ સમયે પૂરતી વીજળી પણ મળતી ન હતી. તેવામાં સરકારે મહેનત કરીને તેમને આ પ્રગતિ સુધી પહોંચાડયા છે તે વાત તેમણે ભૂલવી ન જોઈએ..

જોકે આ કટાક્ષ કર્યા પછી વડાપ્રધાન મોદીએ પાટીદારોના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સમાજ અને ઉદ્યોગકારોએ ખેતીને આધુનિક બનાવવા માટે અને ગુજરાતના 12, 13 જેટલા મોટા શહેરો નહીં પરંતુ ત્રીસ-પાંત્રીસ નાના શહેરોનો વિકાસ કરવા અને ત્યાં રોજગારનું સર્જન થાય તેવું કાર્ય કરવા આગળ આવવું જોઈએ.

આ તકે તેમણે સરદાર વલ્લભ પટેલ ને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર સાહેબે આઝાદી વખતે કહ્યું હતું કે દેશમાં કોઈપણ જાતની અછત નથી જરૂર છે માત્ર મગજ નો સદુપયોગ કરવાની. જ્યારે આપણે કોઈ સંકલ્પ સાથે આગળ વધીએ તો ચોક્કસ પરિણામ મળે આ વાત આજના સમયમાં આપણી ભૂલવી ન જોઈએ..

વડાપ્રધાન મોદીએ સમિટમાં જોડાયેલા ઉદ્યોગકારોને કહ્યું હતું કે, આપણા દેશમાં અલગ-અલગ ક્ષેત્રોનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આ સમિટ થકી નવા વિષયો અને નવા ક્ષેત્રમાં આગળ કઈ રીતે વધી શકાય તે બાબતે એક ગ્રુપ બનાવી તેના પર કામ કરવું જોઈએ.

આતો કે વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું હતું કે સમિટમાં જોડાયેલા ઉદ્યોગકારો સરકારની નીતિમાં જો કોઈ ઉણપ હોય તો તેનું સંશોધન કરીને સરકારનું ધ્યાન દોરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉદ્યોગકારો આ અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરે અને તેને જોવા માટે વડાપ્રધાન પોતે ખાસ સમય ફાળવશે.

ખેતીના મહત્વની વાત કરતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે આજના સમયમાં ભલે તમે ઉદ્યોગપતિ બન્યા હોય પરંતુ તમારા મુળ પણ ખેતીમાં જ છે. ત્યારે ખેતી પાછળ ન રહી જાય તે વાતનું પણ ધ્યાન રાખવું. ખેતી ક્ષેત્રના વિકાસની પણ મોટી તકો છે. ખેતી ને પણ અત્યાધુનિક બનાવવી જોઈએ. સમિટમાં જોડાયેલા ઉદ્યોગકારો ખેતીમાં રોકાણ વધારીને વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ આગળ વધે તે બાબતે પણ વિચારે.

આ તકે તેમણે તેલની આયાત અંગે પણ ઉમેર્યું હતું કે વિદેશથી ભારતને 80 હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે. આ ક્ષેત્રમાં ભારતે આત્મનિર્ભર બનવા ની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ફારમિંગમાં વ્યાપારની ખૂબ તકો છે તેના માટે ઉત્પાદન પર ધ્યાન આપવાની જરૂર છે.

પાટીદારોના વખાણ કરતા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ગુજરાતના વિકાસને હજુ પણ ફેલાવવાનો છે, આ કામ માટે મને તમારા ઉપર ભરોસો છે.

Leave a Reply

Your email address will not be published.