જ્ઞાનવાપી વિશે સદગુરુએ કહ્યું – “જે મંદિરો નાશ પામ્યા હતા તેની વાત કરવાનો કોઈ અર્થ નથી”

જ્ઞાનવાપી મસ્જિદ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે ઇન્ડિયા ટુડે ના ડાયરેક્ટર rahul kanwal ને ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે. ઇન્ડિયા ટુડે શોમા આવેલા સદગુરૂએ જણાવ્યું કે, તૂટેલા મંદિરોની અત્યારે વાત કરીને કોઈ મતલબ નથી.

સદગુરુ જણાવે છે કે આક્રમણ સમયે હજારો મંદિરો તોડવામાં આવ્યા હતા. તે સમયે આપણે તેની રક્ષા કરી શક્યા ન હતા. હવે આ વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી. કેમકે ઇતિહાસ બે વખત કોઈ દિવસ લખતો નથી.

ત્યારબાદ સદગુરુ જણાવે છે કે બંને સમુદાય સાથે બેસીને ને લેવો જોઈએ. વારંવાર એકનો એક વિવાદ કરીને કોઈ ફાયદો થતો નથી. વિવાદ કરવાના કારણે દેશમાં અશાંતિ ઊભી થાય છે.

મીડિયા રિપોર્ટસ સદગુરુને જ્ઞાનવાપી વિશે કેટલાક સવાલ કરે છે ત્યારે તે આ વિશે વાત કરવી યોગ્ય જણાવતા નથી. તેમનું માનવું છે કે ભારત સરકાર દ્વારા ચોક્કસ સમય નિર્ણય લેવો જોઈએ અને તે વિવાદોની જગ્યાએ વિકાસ ક્ષેત્રમાં કાર્ય કરે તો ભારત ચોક્કસથી આગળ આવી શકશે.

તેમજ દેશમાં કેટલાક સમયથી ભાષાઓ ઉપર ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે જેમાં હિન્દી અને સાઉથ વચ્ચે ખૂબ જ મોટી લડાઈ જોવા મળી રહી છે. સદગુરુ જણાવે છે કે દરેક ભાષા પોતાનું મહત્વ ધરાવે છે અને ભારત દેશ વિવિધતા મા એકતા માનવા વારો દેશ છે.

Leave a Reply

Your email address will not be published.