ગોકુલધામ સોસાયટીની હકીકત જાણીને ઉડી જશે તમારા હોશ, નહિ જાણતા હોવ તમે આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકારો જેટલા પ્રખ્યાત છે તેટલી જ પોપ્યુલર થઈ ચૂકી છે ગોકુલધામ સોસાયટી જેમાં રહેતા સભ્યો ખરેખર અજોડ છે. ભીડે, અય્યર, જેઠાલાલ, પોપટલાલ, મહેતા સાહેબ અને ડો. હાથી આ સોસાયટીમાં ખૂબ પ્રેમથી રહે છે.

આ સોસાયટી જોઈને દરેકનું મન એમાં રહેવાનું થઈ જાય છે કારણ કે ગોકુલધામ સોસાયટી છે જ એવી જગ્યા . જો તમારે પણ ખરેખર આ સોસાયટીમાં રહેવું હોય તો તમારે પહેલા આ સોસાયટીનું સત્ય જાણવું જોઈએ.

જો તમે વિચારી રહ્યા હોવ કે ગોકુલધામ સોસાયટી ખરેખર મુંબઈમાં છે જ્યાં લોકો રહે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કારણ કે અહીં ન તો કોઈ સોસાયટી છે કે ન તો કોઈનું ઘર. હા… આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે પણ આ સાચું છે.

ભલે તમને થોડું અજીબ લાગતું હોય, પરંતુ અમે જે કહી રહ્યા છીએ તે બિલકુલ સાચું છે. ગોકુલધામ સોસાયટીનો જે સેટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે તૈયાર કરવામાં આવ્યો છે એ ન તો કોઈ ફ્લેટ છે કે ન તો કોઈનું ઘર.

પણ અહીંયા તો ફક્ત દિવાલો છે જેના પર બાલ્કની અને દરવાજા સેટ કરવામાં આવ્યા છે. એટલે કે, જો તમે વિચારી રહ્યા છો કે ભીડે, ઐયર, ડો. હાથીનું ઘર ગોકુલધામ સોસાયટીમાં જ છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ બે અલગ-અલગ લોકેશન પર થાય છે. જો આઉટડોર શૂટિંગ કરવાનું હોય તો તે માટે ગોકુલધામ સોસાયટીનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાલ્કની અને કમ્પાઉન્ડના ભાગમાં શૂટિંગ થાય છે. બીજી બાજુ, જો તમે ઘરની અંદરના ભાગોમાં શૂટિંગ કરવા માંગતા હો, તો મુંબઈમાં બીજું લોકેશન છે જે કાંદિવલીમાં છે.

Leave a Reply

Your email address will not be published.