ગોલમાલ ફેમ મંજુ સિંહનું નિધન, બોલીવૂડ થયું શોકમગ્ન

બૉલીવુડમાં આવી રહેલ એક પછી એક ખુશ ખબરીમાં એક દુખદ સમાચાર પણ આવ્યા છે. જેના લીધે બૉલીવુડમાં ઘણા લોકો દુખી થઈ ગયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક દિગ્ગજ અભિનેત્રી મંજુ સિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે અમોલ પાલેકર સાથે ફિલ્મ ‘ગોલમાલ’ કરી હતી તેમાં તેઓ રત્નાના પાત્રથી ખૂબ ઓળખીતા થયા હતા. મંજુ સિંહ એક દમદાર અભિનેત્રી સાથે એક સારી પ્રોડ્યુસર પણ હતા. તેમના નિધનની માહિતી તેમના પરિવારે શનિવારે આપી હતી. પરિવારે કહ્યું હતું કે ગુરુવારએ મુંબઈમાં તેમનું નિધન થઈ ગયું હતું.

પરિવારે મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમે બહુ ગંભીર દુખ સાથે તમને જણાવી રહ્યા છે કે મંજુ સિંહનું નિધન થઈ ગયું છે. તેમણે એક સુંદર અને પ્રેરણાદાયી જીવન જીવ્યું હતું. તેમની મંજુ દીદીથી મંજુ નાની સુધીની સફર માટે તેમને ખૂબ યાદ કરવામાં આવશે. જાણકારી પ્રમાણે મંજુ સિંહએ 1980ના દશકના શરૂઆતના દિવસો દરમિયાન નાના પડદાથી શરૂઆત કરી હતી તેમનો પહેલો કાર્યક્રમ ‘શો થીમ’ હતો.

દહીં ફુલકી રેસીપીઃ ટેસ્ટી અને હેલ્ધી દહીંની ફુલકી ખાવાનો સ્વાદ બમણો કરશે, મિનિટોમાં જાણો રેસીપી નવી દિલ્હી: જ્યારે પણ ભારતીય થાળીની વાત ...

એ પછી તેમણે રંગીન પ્રસારણ માટે દૂરદર્શન માટે દાહરવાહિક, બાળકોના શો, આધ્યાત્મિકથી સક્રિયતા અને બીજા સાર્થક વિષયને લીધે ઘણી યાદગાર ટેલિવિઝન શો પ્રોડ્યુસ કર્યા હતા. તેમાંથી અમૂકમાં ‘એક કહાની’, ‘સ્વરાજ’, ‘અધિકારી’ શામિલ હતા અને બાળકોનો શો ‘ખેલ ખિલાડી’નું એંકરીંગ પણ કર્યું હતું. એ સમયે આ શો સૌથી લાંબા સમય માટે ચાલવાવાળો શો હતો. તેમણે અમુક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સિંગર સ્વાનંદ કિરકીરેએ મંજુ સિંહનો ફોટો શેર કરીને આ દુખદ સમાચાર ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આપ્યા હતા. તેમણે લખ્યું હતું, ‘મંજુ સિંહ હવે નથી રાય. મંજુજઈએ મને દિલ્હી થી મુંબઈ લાવી હતી દૂરદર્શનનો તેમનો શો સ્વરાજ લખવા માટે. તેમણે dd માટે ઘણા શોની વાર્તા, શો ટાઈમ વગેરે બનાવ્યા હતા. ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ગોલમાલની રત્ના અમારી પ્યારી મંજુજઈ તમારો પ્રેમ કેવીરીતે ભૂલી શકું..અલવિદા’

Leave a Reply

Your email address will not be published.