ગોંડલમાં બે મહિનાની બાળકીને ભૂવા કહીને દવા ની જગ્યાએ આપવામાં આવ્યા ડામ, ત્યારે અચાનક…

આજે ગુજરાતમાં વિકાસ ખૂબ વધી ગયો હોય પરંતુ આજે પણ અંધશ્રદ્ધા દરેક જગ્યાએ જોવા મળી રહી છે તેઓ જ કિસ્સો આજે ગોંડલમાં જોવા મળે છે. ગોંડલ મજૂરી કરતા એક યુવકે પોતાની બે મહિનાની દિકરીને દવાને બદલે ડામ દઈ દીધું હતું ત્યારબાદ આ ઘટનાનો પર્દાફાશ થતાં બાળકીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારબાદ તેને ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો લોકો સુધી બહાર આવ્યું હતો.

ગોંડલ પરિવારમાં રહેતા મધ્યપ્રદેશના નિવાસી આ યુવકે પોતાના ઘરે બાળકીને તાવ આવતા નજીકના એક ભુવા ને બોલાવ્યો હતો ત્યારબાદ આ ભુવાએ બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે પેટના ભાગે ત્રણ ડામ દીધા હતા. ત્યારબાદ તેની હાલત ખુબ જ ગંભીર જોવા મળી હતી અને બાળકોને હોસ્પીટલમાં લઇ જવામાં આવી છે અને ભુવા ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે.

આજે પણ ૨૧મી સદીમાં લોકો અંધશ્રદ્ધા ઉપર ખૂબ જ વિશ્વાસ કરી રહ્યા છે. અંધશ્રદ્ધા પર વધુ વિશ્વાસ કરવો જોઈએ નહિ અને મેડિકલ ઇમર્જન્સીમાં તો બિલકુલ પણ નહીં. તેમજ સરકાર દ્વારા કેટલાક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેથી કરીને ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત દેશમાં અંધશ્રદ્ધાનો ઘટાડો થાય.

Leave a Reply

Your email address will not be published.