ગ્રીષ્મા હત્યાકાંડના આરોપી ફેનિલને અહીંયા રાખવામાં આવ્યો છે, કામ કરવા બદલ આપવામાં આવશે પૈસા .

ઘણા સમયથી ચર્ચિત એવા ગ્રીષ્મા હત્યાકાંડનો ચુકાદો આવી ગયો છે જેમાં આરોપી ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘટના બન્યાને 82 દિવસ થયા પછી આ નિર્ણય લેવાયો છે. તેમ છતાં હજી એ જાહેર નથી થયું કે તેને ક્યારે ફાંસી આપવામાં આવશે. પણ જય સુધી ફેનિલને ફાંસી આપવામાં ના આવે ત્યાં સુધી તેને જેલમાં રહેવાનું રહેશે. આજે આમે તમને જણાવશું કે તેને કઈ જેલમાં રાખવામાં આવ્યો છે.

જાહેરમાં માસૂમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનાર ફેનિલને ફાંસીની સજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફેનિલને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાંરાખવામાં આવ્યો છે. અહિયાં પહેલાથી જ 5 કેદીઓ છે તમને જાણીને નવાઈ લાગશે પણ ફેનિલ સિવાયના આ 5 કેદીઓને પણ ફાંસીની જ સજા આપવામાં આવી છે. આ 6 લોકોને સાચવવા માટે અહિયાં 2 વૉર્ડરન અને 1 વોચમેન પણ રાખવાં આવ્યા છે જેઓ 24 કલાક તેમની પર ધ્યાન રાખશે.

ફેનિલને જેલમાં એમજ પડ્યો રહેવા દેવામાં નહીં આવે. જેમ બાકીના કેદીઓને કામ કરવું પડે એવી જ રીતે ફેનિલને પણ ત્યાં જેલમાં સાફ સફાઇ કરવાનું કામ આપવામાં આવ્યું છે. આ સાફ સફાઇ તેને 3 મહિના સુધી મફતમાં કરવાની રહેશે અને પછી તેને આ જ કામના પૈસા પણ આપવામાં આવશે. પણ મારુ માનવું છે કે તેને  જલ્દી ફાંસી થઈ જાય. જ્યારે ચુકાદો આપવામાં આવ્યો કે તેને ફાંસી થશે તો પણ તેના મોઢા પર સહેજ પણ પસ્તાવો હતો નહીં.

તમને જણાવી દઈએ કે ફેનિલ સાથે જે બીજા 5 ફાંસીની સજા આપેલ કેદીઓ છે તેમના કેસમાં પણ અંતિમ નિર્ણય હજી આપવાનો બાકી છે. બાકીના 5 કેદીઓને બળાત્કાર અને હત્યા અને તેના જેવા જ બીજા ગંભીર ગુનાહ માટે ફાંસીની સજા આપવામાં આવી છે. આવા લોકોને બને એટલી જલ્દી સજા આપી દેવી જોઈએ. હવે જોવું રહેશે કે આ લોકોને ફાંસી ક્યારે આપવામાં આવે છે. તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published.