ગ્રીષ્માં કેસમાં નવો ખુલાસો, શુ બીજા કોઈનું કરવામા આવ્યું હતું પીએમ

ગ્રીષ્માં હત્યાકેસની સુનવણી હાલ કોર્ટમાં ચાલી રહી છે, જેમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બંને તરફના વકીલો અલગ અલગ પુરાવા રજૂ કરી રહ્યા છે.

હવે આ કેસ અંગે કોર્ટમાં એક અન્ય ખુલાસો થયો છે જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. બચાવ પક્ષના વકીલ જમીર શેખે કોર્ટમાં કહ્યું હતું કે રિકોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રીષ્માને 6 વાગે હોસ્પિટલમાં લાવવમાં આવી હતી અને એનું પીએમ કરવામાં આવ્યું હતું.

પણ ગ્રીષ્માનો મૃતદેહ સાંજે 6 45ની આસપાસ હોસ્પિટલમાં પહોંચ્યો હતો એવું 108ના કર્મચારીએ જણાવ્યું હતું. જ્યારે વકીલનું કહેવું છે કે ગ્રીસમાનો મૃતદેહ 6 વાગે હોસ્પિટલ લઈ આવવા આવ્યો હતો અને એનું પીએમ કરવામાં આવ્યું હતું તો 6 વાગે આખરે કોનું પીએમ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે 6 જ દિવસમાં તપાસ પુરી કરીને ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. સમગ્ર કેસના આરોપી ફેનીલને વકીલે કોર્ટમાં કહ્યું હતું કે ગ્રીષ્માના કાકાને ગ્રીષ્માં અને ફેનીલના લવ અફેર વિશે ખબર હતી અને એ એને સમજાવવા એના ઘરે પણ ગયા હતા. હવે જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે એમને આ વિશે કઈ જ ખબર નથી.

Leave a Reply

Your email address will not be published.