ગૃહિણીઓ માટે સારા સમાચાર, હવે માત્ર આટલા રૂપિયામાં જ મળશે એલપીજી ગેસ સિલેન્ડર

શનિવારના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની ખૂબ જ મોટી જાહેરાત કરી હતી જેના કારણે ભારતીય લોકો માં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા એક પરિવારને વર્ષનાં 12 ગેસ સિલેન્ડર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સિલિન્ડરના ભાવમાં એક મહિનામાં બે વખત તેનો વધારો કરવામાં આવ્યો હતો અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ખૂબ જ તે જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ દિલ્હી સબસિડી વિનાના 14 કિલો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 999.50 થી વધારીને 1003 રૂપિયા કરી દીધી છે.

પરંતુ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ખૂબ જ મોટો ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેની મુખ્ય અસર મધ્યમ વર્ગીય પરિવારના લોકો ઉપર જોવા મળશે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં મુખ્ય રૂપે કેન્દ્ર સરકારના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યું છે જેના કારણે પેટ્રોલમાં આઠ રૂપિયા અને ડીઝલમાં ૬ રૂપિયા પ્રતિ લીટર ની જાહેરાત કરી હતી.

નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડ્યુટી ઘટાડવાના કારણે અને ગેસ સિલિન્ડરમાં સબસિડી આપવા માં આવશે જેથી કરીને દરેક લોકો પોતાની જીવન ખુશી ખુશી વિતાવી શકે.

દિવસે-દિવસે ખૂબ જ મોંઘવારી વધી રહી છે તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા સબસિડી આપવા માટે ફક્ત પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવશે જેની દરેક વ્યક્તિઓને ખાસ નોંધ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.