ગૃહઉદ્યોગની શરૂઆત કરીને આ મહિલાએ આજે ૨૨ હજાર મહિલાઓને અપાવ્યું રોજગાર, વાંચો આ લેખ અને જાણો તેમની સંઘર્ષગાથા…

આજકાલ મહિલાઓ તેના ગૃહ ઉદ્યોગ ને લઈને શિક્ષિત થઈ રહી છે અને ઘરને સારી રીતે સંભાળી રહી છે. રાજસ્થાનના બાડમેર ના રાવલસર જિલ્લામાં રહેતી રુમા દેવી પણ તેમાંથી એક છે. રુમા દેવી ની આર્થિક સ્થિતિ સારી ન હતી તેથી તેમને જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડયો હતો. શરૂઆતમાં તો રુમા તેમના બધા સપના છોડી દીધા હતા પરંતુ નસીબ ના સાથ ને લીધે આજે તે ખૂબ જ સફળ મહિલા બની ગઈ છે.

રુમા એ તેની કારકિર્દીની શરૂઆત હસ્તકલા જેવી કે સાડી, ચાદર, કુર્તા વગેરે જેવા કપડાં બનાવીને કરી હતી. તે આ કામમાં ખૂબ જ સારી હતી તેથી તેમણે હસ્તકલા ના કપડાં નો વ્યવસાય શરૂ કર્યો હતો. તેના કપડાં ખૂબ જ સારા હોવાથી માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ જ માંગ વધવા લાગી. તેથી તેણે વ્યવસાયને વધારવાનું શરુ કર્યું અને આજે તે ૨૨ હજાર મહિલાઓને રોજગાર પૂરો પાડે છે.

આ મહિલાઓને રોજગારી માટે બહાર પણ જવું પડતું નથી અને ઘરે બેઠા હસ્તકલા નું કાર્ય કરીને તે સારી આવક કમાય છે. જોકે આ કાર્યની શરૂઆત રુમા માટે સરળ ન હતી પરંતુ તેણે સખત મહેનત કરીને આ સ્થાન મેળવ્યું હતું. તે હજારો મહિલાઓને તેમની રોજગારી આપીને જીવન જીવવાનો સારો રસ્તો બતાવે છે.

તમે પણ જાણતા હશો કે આજે બજારમાં હસ્તકલા થી બનાવેલી વસ્તુઓની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. તેથી ઘણા એનજીઓએ આ મહિલાઓને તાલીમ આપવા માટે અને પ્રોડક્ટ બનાવી ને વેચવા માટે ઘણી મદદ કરી હતી. આજે આ સંસ્થાની વાર્ષિક આવક કરોડો રૂપિયા સુધી પહોંચી છે. આ કાર્ય માટે રુમા દેવીને ઘણા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેણે તેના ગામમાં રહીને જ દરેક કાર્યની શરૂઆત કરીને સફળતા મેળવી હતી તેથી રુમાને વિદેશ પ્રવાસ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના તેના જેવી ગરીબ મહિલાઓને ઘરે થી જ કામ કરીન રોજગારી મેળવવા માટેનો રસ્તો સૂચવ્યો હતો. આજે તેની સંસ્થા ખુબ જ સારી રીતે ચાલી રહી છે અને તેમાં ઘણી મહિલાઓ જોડાઈ રહી છે અને તેની રોજગારી મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *