ગુજરાતમાં બનેલી ઈંટો બની રહી છે બૉલીવુડ સ્ટાર્સના ઘરનું આકર્ષણ

બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશનના ખંડલામાં બનેલા વિકેન્ડ વિલામાં ગુજરાતની ઈંટો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઋત્વિક રોશનના આ વેકેશન હોમ 22400 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. ઋત્વિક રોશનનું આ વેકેશન હોમ ગ્રીગોરીયા ઓકોનોમુ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે

આ વિશે વાત કરતા ઓકોનોમુએ કહ્યું કે એમને ઋત્વિક રોશનના વેકેશન હોમમાં ઉપયોગમાં લેવાયેલી ઈંટો માટે એની બનાવટ, એની ડ્યુરેબિલિટી અને એનો રંગ અનોખો જોઈતો હતો. એ માટે એમને અમદાવાદથી ઈંટો મંગાવી.આ પ્રોજેક્ટમાં ગુજરાતથી મંગાવેલી 30 હજાર ઈંટોનો ઉપયોગ કર્યો.

તમને જણાવી દઈએ કે ઋત્વિક સિવાય પણ ઘણા સ્ટાર્સના ઘરોમાં આ રીતે નિશ્ચિત ઉભાર માટે ગુજરાતમાં બનેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ડિઝાઈનર ઘરોના વધતા ચલણ માટે ગુજરાતમાં ઈંટ ઉત્પાદકોએ વિવિધ પ્રકારની ડિઝાઈનર અને એલિવેટેડ ઈંટોનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે.

આ વિશે અમદાવાદ સ્થિત હરિહર બ્રિક્સ અને ગોધરા સ્થિત જય જલારામ બ્રિક્સના સંચાલકોનું કહેવું છે કે ગુજરાત ડિઝાઇનર બ્રિક્સના હબ તરીકે ઉભરી રહ્યું છે. મુંબઈ, દિલ્લી અને દેશના અન્ય ભાગમાં પ્રસિદ્ધ આર્કિટેક્ટસ સિવાય હવે યુરોપિય દેશોમાંથી પણ એમને ઘણા ઓર્ડર મળી રહ્યા છે.

કંપન દ્વારા થોડા સમય પહેલા જ અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાતમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે ઈંટોની આપુરતી પૂર્ણ કરી હતી. મધ્ય પૂર્વ અને યુરોપ પણ ગુજરાત માટે મોટા બજાર તરીકે સામે આવી રહ્યા છે.

આ માટે ઓસ્ટ્રેલિયા પણ તેમાં સામેલ છે. ગુજરાતમાં હાથથી બનાવેલા ઈંટો અને મશીનો દ્વારા બનાવેલા ઈંટો વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં ઈંટોનું નિર્માણ કરનાર ઓછામાં ઓછા 1200 ઈંટ ઉત્પાદકો વર્ષમાં ઓછામાં ઓછ 400 કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે.

ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશન (GBMF) દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. આમાંથી માંડ 10 ખેલાડીઓ એલિવેશન બ્રિક્સ બનાવે છે. રાજ્યનો ઈંટ બનાવવાનો ઉદ્યોગ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પંજાબ જેવા રાજ્યો કરતાં ઘણો પાછળ છે પણ, એલિવેટેડ ઈંટના ઉત્પાદનમાં વૈવિધ્યતા સ્થાનિક ખેલાડીઓને તેમના સમકક્ષો કરતાં આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.