ગુજરાતમાં હિટ વેવે તોડ્યા બધા રિકોર્ડ, IMD જાહેર કર્યું રેડ એલર્ટ

ગુજરાતમાં હવામાન સતત આગ વરસાવી રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં વધુ ભીષણ ગરમી પડશે.ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આગામી સપ્તાહ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે.

આ સાથે હવામાન વિભાગે રવિવારે સવાર સુધી શહેર માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. જોકે, રેડ એલર્ટ બાદ થોડી રાહત મળી શકે છે. શુક્રવારે અમદાવાદ 44.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું, ત્યારબાદ કંડલા એરપોર્ટ 44 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે રહ્યું. ગાંધીનગર, રાજકોટ અને અમરેલી 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ત્રીજા સૌથી ગરમ શહેરો હતા.

જણાવી દઈએ કે, 28 એપ્રિલે રાજ્યમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે 11 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન હતું. અમદાવાદમાં બુધવારથી સતત 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્શિયસ ગુરુવારે 44.4 ડિગ્રી સેલ્શિયસ અને શુક્રવારે 44.2 ડિગ્રી સેલ્શિયસ હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ગરમી જેવી સ્થિતિ જોવા મળશે. આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.

1 મેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ પછી પવનની પેટર્ન બદલાઈ શકે છે અને તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. તેમજ મે મહિનાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.