ગુજરાત માટે ખરાબ સમય, રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે 20 લાખ ગુજરાતીઓ થઈ શકે છે બેરોજગાર

રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં ખૂબ જ મોટો બદલાવ જોવા મળ્યો છે. દરેક વસ્તુના ભાવ માં ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતના એકમાત્ર શહેરમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે. બંને દેશની લડાઈના કારણે આ શહેરમાં ૨૦ લાખ લોકો બેરોજગાર થઇ શકે છે.

આજે અમે તમને ડાયમંડ સિટી તરીકે ફેમસ થયેલ સુરત શહેરની વાત કરી રહ્યા છે.બંને દેશોની લડાઈના કારણે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ૨૦ લાખ લોકો આજે બેરોજગાર થવાની તૈયારીમાં છે.

સુરતના એક મોટા વેપારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે હવે સમગ્ર દુનિયામાં પૂરતા પ્રમાણમાં કાચા હીરા બચ્ચા નથી જેથી કરીને તેમના જોડે વધુ કામ પર નથી. આ વેપારી તેર વર્ષની ઉંમરે હીરાના ધંધા સાથે જોડાઈ ગયો હતો અને આજે તેની ઉંમર ૩૩ વર્ષ થઈ ચૂકી છે પરંતુ આ બંને દેશના યુદ્ધના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ આજે સુરત શહેરમાં જોવા મળી રહી છે.

હીરાઉદ્યોગ સાથે નાનાથી લઈને મોટા લોકો જોડાયેલ છે. સૌથી વધુ નુકસાન મધ્યમ અને ગરીબ પરિવારોને જોવા મળશે. અત્યારે ૩૦ ટકા કામ માં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સુરતમાં અત્યારે ૫૦,૦૦૦ જેટલા લોકો રોજગારી ગુમાવી બેસ્યા છે. દુનિયામાં 90% હીરા સુરતમાં પોલીસ કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે કોઈપણ હીરો સુરતમાંથી નથી તૈયાર થયો તે તેને હીરો કહેવામાં નથી આવતો. સુરતમાં રોડ ઉપર કરોડો રૂપિયાનું વ્યવહાર થઈ જાય છે. ફક્ત એક કાગળિયા માં તે કરોડો રૂપિયાના હીરાની લે બદલ કરી લે છે.

સુરતમાં લોકો બેરોજગાર થવાનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા રસ્તા ઉપર લગાવેલ પ્રતિબંધના કારણે હવે સમગ્ર દુનિયામાં તેની અસર જોવા મળી રહે છે અને ખાસ કરીને ગુજરાતના સુરત શહેરમાં ૨૦ લાખ લોકો બેરોજગાર થવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published.