ગુજરાતના નાના એવા ગામના યુવા ખેડૂતે બનાવ્યુ અનોખુ ઈલેક્ટ્રીક ટ્રેકટર ! આ ઈલેક્ટ્રીક ટ્રેકટર શું છે ખાસિયત એવો જાણીએ

ગુજરાતના લોકો ખૂબ જ જુગડું હોય છે. અને તે કોઈ પણ મુશ્કેલ કાર્ય સરળતાથી કરી બતાવતા હોય છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ જ વધારો થઈ જવાના કારણે હવે ઇલેક્ટ્રિક વાહન માં ખુબ જ તેજી જોવા મળી છે. પરંતુ ગુજરાતના એક નાના ગામમાં એક ખેડૂતે પોતાની હોશિયારીથી ખૂબ જ અલગ ટ્રેક્ટર બનાવી દીધું હતું જેમાં ડીઝલ કરતાં પણ ખૂબ જ ઓછો ખર્ચો આવતો હતો.

આ ખેડૂત કાલાવાડ તાલુકાના પીપર ગામના મહેશભાઈ જેમની ઉંમર ૩૫ વર્ષ છે જે બી કોમ અભ્યાસ કરેલો હતો અને આજે ખુબ જ જોરદાર ટ્રેક્ટર બનાવી દીધું છે પોતાના સાત મહિનાની મહેનત બાદ આજે તેમને સારો પરિણામ જોવા મળી રહ્યું છે. તેમનું માનવું છે કે કોઇપણ ખેડૂત બેટરી વાળું ટ્રેક્ટર લાવી દે તો તેને ઓછા ખર્ચે ખેતી કરી શકે છે. તેમજ મહેશ ભાઈ નું કહેવું છે કે પાંચ ગણુ ખર્ચ ઓછો થઈ જશે.

મહેશભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર નો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ સફળ થઇ શકે છે અને ઓછા ખર્ચે તે પોતાની સારી એવી ખેતી કરી શકે છે. તેમજ આ ટ્રેક્ટર બનાવવાનો ખર્ચ સાડા પાંચ લાખ રૂપિયા જેટલો થઇ શકે છે તેમાં કેટલીક સરકારી સબસીડી દ્વારા ત્રણ લાખમાં ખેડૂતને મળી શકે છે અને ખેડૂતને જ સારો એવો લાભ જોવા મળે છે.

મહેશભાઈ શરૂઆતના સમયમાં ખેતીમાં ડીઝલ ટેકટર ઉપયોગમાં લેતા હતા પરંતુ તમને ડીઝલ ટેકટર માં વધુ નફો ન મળતા ખૂબ જ નુકસાન થતું હતું ત્યારબાદ તેમણે વિચાર્યું કે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર બનાવવું જોઈએ અને પોતાના સાતથી આઠ મહિના જેટલો સમય આ ટ્રેક્ટર માં લગાડી દીધો હતો ત્યારબાદ મહેશભાઈ લિથિયમ બેટરીનો ઉપયોગ કરી ટ્રેક્ટર બનાવી દીધું હતું. મહેશ ભાઈ નું કહેવું છે કે એકવાર બેટરી ચાર્જ થઈ જાય તો ટ્રેક્ટર 10 કલાક સુધી ચાલી શકે છે અને તેમાં કેટલીક ડિજિટલ ડિસ્પ્લે પણ જોવા મળી રહી છે.

તેમજ આ ટ્રેક્ટર માં આધુનિક સુવિધાઓ જોવા મળી રહે છે તેમજ ટ્રેક્ટરના અંદર રહેલું તાપમાન તેમજ આ ટ્રેક્ટર મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી શકાશે. જેથી ખેડૂતોને ખેતી કરવામાં વધુ રસ પડી શકે. કંપની દ્વારા આ બેટરી ની 7000 કલાક ની ગેરંટી આપવામાં આવે છે જો આ દરમિયાન બેટરીને કંઇ પણ સમસ્યા થાય તો તમને તરત જ બીજી બેટરી આપી દેવામાં આવશે.

મહેશ ભાઈ નું કહેવું છે કે ડીઝલ ટ્રેક્ટરમાં અન્ય બીજા ખર્ચા જોડાયેલા હોય છે પરંતુ આ ટ્રેક્ટર માં બેટરી સિવાય બીજો કોઈ ખર્ચો આવતું નથી તેમજ ચાર ઘેર વાળું ટ્રેક્ટર બનાવવામાં આવેલ છે જેમાં ત્રણ ફોરવર્ડ ઘેર અને એક રિવર્સ ગેર રાખવામાં આવેલું છે તેમજ આ ટ્રેકટરની વજન ઉચકવાની ક્ષમતા ૫૦૦ કિલો ની છે. તેમજ આ ટ્રેક્ટર ની કેપેસીટી 200 મણ સુધી ખેંચી શકે તેમ છે.

મહેશભાઈ નું કહ્યું છે કે ટ્રેક્ટરની બેટરી ચાર્જ કરવા ફક્ત ચાર કલાક જેટલો સમય લાગે છે અને ૧૦ કલાક સુધી ટ્રેક્ટર કામ કરી શકે છે તેમજ આ ટ્રેક્ટર માં સરકાર માન્ય લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.