ગુજરાતના સુરતમાં બની રહી છે ભાજપની ભગવાં ટોપી, પીએમ મોદીએ પહેરી એ પછી વધી ડિમાન્ડ

ગુજરાતમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેસરી ટોપી પહેરી હતી, એ દેશના તમામ ભાજપના સભ્યોને પણ મોકલવામાં આવી છે. લક્ષ્મીપતિ સાડી ગ્રુપ આ ખાસ ભગવાં ટોપો બનાવી રહ્યું છે.ગુજરાત બીજેપીના પ્રમુખ સીઆર પાટીલે આ ટોપી વડાપ્રધાનને મોકલી હતી, જેને પીએમ મોદીએ રોડ શોમાં પહેરી હતી.

ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલે ખાસ ઓર્ડર પર આ ટોપીઓ બનાવી હતી, જે દેશના તમામ ભાજપ સાંસદોને પણ પહોંચાડવામાં આવી છે. ભાજપના સાંસદો હવે જાહેર કાર્યક્રમોમાં આ ટોપીમાં જોવા મળશે. ટોપીમાં આગળ હિન્દીમાં ભાજપ અને પાછળ અંગ્રેજીમાં BJP લખેલું છે. આગળ અને પાછળ એમ્બ્રોઇડરીથીપાર્ટીના ચૂંટણી ચિન્હ કમળ બનાવવામાં આવ્યું છે.

સુરત લક્ષ્મીપતિ સાડી ગ્રુપ દેશમાં પોલિએસ્ટર સાડી અને કુર્તી મેન્યુફેક્ચરિંગ સૌથી મોટી ફેક્ટરી છે. તેના માલિક સંજય સરોગીના જણાવ્યા મુજબ, તેની કાપડ મિલના કારીગરો કેસરી ટોપીઓ બનાવવામાં રોકાયેલા છે. માંગ પ્રમાણે તેનું કોમર્શિયલ ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને તેને પહેર્યા બાદ કેસરી ટોપીની માંગ ઝડપથી વધી છે. ગુજરાતમાં ભાજપના દરેક કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરોએ આ ટોપી પહેરવાનું શરૂ કરી દીધું છે.

કંપનીને દેશના અન્ય રાજ્યોમાંથી પણ ભગવાં ટોપી વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ત્રણ લેયર વાળી ટોપી એક્સક્લુઝિવ મેઈન મેઈડ ફાઈબર ફેબ્રિક અને OEKO ઈન્ટરનેશનલ ગ્રેડ કેમિકલ્સથી બનાવવામાં આવી છે, જેથી ગરમી ઓછી લાગે અને પહેર્યા પછી રંગ ઝાંખો ન પડે. ગુજરાત બીજેપીના પ્રમુખ પાટીલે જ તેમને આ કેપ બનાવવાનો આઈડિયા આપ્યો હતો, તેમના દ્વારા તે વડાપ્રધાનને મોકલવામાં આવી હતી.

ભગવાં ટોપીને મોદીએ અમદાવાદમાં તેમના રોડ શો દરમિયાન પહેરી હતી. ગુજરાત ભાજપના મીડિયા ઈન્ચાર્જ યજ્ઞેશ દવેનું કહેવું છે કે દેશમાં ભાજપના નેતાઓ અને પ્રતિનિધિઓ હવે આ કેપમાં જ જોવા મળશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પહેરવામાં આવતી ભગવા ટોપી હવે ભાજપ દ્વારા એક ઓળખ તરીકે અપનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.