ગુજરાતના ત્રીજા શહેરમાં પડ્યો એલિયનનો ગોળો, વડોદરામાં પણ આકાશમાંથી પડ્યો ગોળો

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં આકાશમાંથી ગોળા નીચે પડી રહ્યા છે. આ વાત થી સમગ્ર રાજ્યભરમાં ગંભીર વાતાવરણ ચાલી રહ્યું છે અને લોકો ખૂબ ડરી ગયાં છે. આકાશમાંથી થોડા દિવસ થી સતત ગોરા નીચે પડી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં આ કિસ્સા ખુબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ ખેડા જિલ્લામાં ત્યારબાદ આણંદ અને હવે વડોદરામાં આ કિસ્સો જોવા મળ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવકાશમાંથી ગોળા નીચે આવી રહ્યા છે જેના કારણે લોકોમાં ભય સર્જાયો છે. આ ગોળા ફક્ત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે જેમકે આણંદ, ખેડા અને વડોદરા. લોકોનું કહેવું છે કે આના પાછળ કંઈક રહસ્ય છુપાયેલ છે.

બે શહેર બાદ વડોદરા માં અવકાશીય પદાર્થ નીચે પડતા લોકો આ વિશે જાણવા માટે વધુ ઉત્સુક બન્યા છે. ફક્ત મધ્ય ગુજરાતના શહેરોમાં જ કેમ આ ગોળા પડી રહ્યા છે. તેમજ આ ગોળા વિશે જાણવા માટે લોકો કુતૂહલ બન્યા છે. મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસથી સતત અવકાશીય ગોળા પડી રહ્યા છે.

ગુજરાતમાં ત્રણ વખત ઘટના બનતા લોકો ખૂબ જ ડરી ગયા છે. સૌપ્રથમ આ ઘટના દાગજીપુરા ગામમાં જોવા મળી હતી જ્યાં ખેતરમાં આકાશમાંથી અવકાશીય પદાર્થ નીચે પડ્યા હતા. જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવી હતી સૌપ્રથમ આ ગોળા સેટેલાઈટ માંથી છુટા પડ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ પદાર્થ વજનમાં ખૂબ જ હલકા છે. ફૂટબોલ સાઈઝ કરતાં થોડા મોટા છે. આ ગોળા ખૂબ જ મજબૂત હોય તેવુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ગોળાને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.