ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ, 34 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો

કોરોના વાયરસ ફરી એકવાર ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં 40 વિદ્યાર્થીઓએ તાવની ફરિયાદ કરી હતી, જેમાં 34 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોનાના હુમલાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના 34 વિદ્યાર્થીઓનો તાવના કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તમામ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે વહીવટીતંત્રમાં ચિંતાનો માહોલ છે. 34 વિદ્યાર્થીઓનો અચાનક કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું હતું.

હાલમાં તમામ વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. બીજી તરફ ફરી એકવાર વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિદ્યાર્થીઓ ની તબિયત ખરાબ હતી પરંતુ એક વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં જ સારવાર લેતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો . ત્યાર બાદ સાવચેતીના ભાગરૂપે યુનિવર્સિટી તંત્રએ તમામ વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. યુનિવર્સિટી તંત્ર હોસ્ટેલ બહાર પર કન્ટેટમેન્ટ ઝોન ના બોર્ડ લગાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.