ગુજરાતી છોકરીએ અમેરિકામાં કર્યો ફ્રોડ, મીઠી મીઠી વાતોમાં આવી રીતે ફસાયા 250 અમેરિકન

મધ્યપ્રદેશની ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચે લોન અપાવવાના નામે છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગને પકડી છે. પોલીસે બહોદાપુરના આનંદ નગરમાંથી ફર્જી કોલ સેન્ટર ચલાવતી 22 વર્ષની છોકરી સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

આ ગેંગની સૌથી મહત્વની સભ્ય મોનિકા ZOOM એપ દ્વારા યુએસએના લોકોને વીડિયો કોલ કરતી હતી અને લોકો એની વાતમાં આવીને રૂપિયા લૂંટાવી દેતા હતા.

જાણકારી મુજબ, મોનિકા પોતાને લેન્ડિંગ ક્લબ અમેરિકન કંપનીની એજન્ટ જણાવતી હતી અને પછી લોન ઓફર કરતી હતી. લોનમાં મોટી રકમ ફાઇનાન્સ કર્યા પછી, તે પોતાનું કમિશન આંતરરાષ્ટ્રીય ગિફ્ટ વાઉચરના રૂપમાં લેતી હતી.

વાઉચરને ટોળકીનો માસ્ટર માઇન્ડ શોપિંગમાં કેશ કરાવી લેતો હતો. ક્રાઈમબ્રાંચને આ નકલી કોલ સેન્ટરમાંથી એક ડઝનથી વધુ લેપટોપ, મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળી છે. ટોળકીના સભ્યોએ પોલીસને જણાવ્યું કે તેઓ અત્યાર સુધીમાં 250 થી વધુ અમેરિકન લોકોને છેતર્યા છે.

કોલ સેન્ટરના સંચાલકો આ લોકોને વિદેશીઓના મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવતા હતા. ગેંગના લોકો zoom એપ સોફ્ટવેર દ્વારા લેન્ડિંગ ક્લબ અમેરિકન કંપનીના એજન્ટ તરીકે તેમની સાથે વાત કરતા હતા.

મોનિકા વિડીયો કોલ દ્વારા અમેરિકનોને પોતાની વાતોના જાળામાં ફસાવતી હતી. વિદેશીઓ તેની વાતોમાં આવીને તેમનો સિક્યોરિટી નંબર અને બેંકની માહિતી આપતા હતા.

જાણકારી વેરીફાઈ કરવાના નામે તેઓ તેમની પાસેથી કમિશન તરીકે ગૂગલ પ્લે કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, બેસ્ટ બાય, એપલ, બનિલા બિજા જેવા આંતરરાષ્ટ્રીય ગિફ્ટ વાઉચર લેતા હતા. આ ટોળકીનો માસ્ટર માઇન્ડ વિદેશીઓ પાસેથી ખરીદી કરીને મળેલા ગિફ્ટ વાઉચરને કેશ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published.