ગુજરાતી દીકરી એ ઇતિહાસ રચ્યો, પિતા લગ્ન માં ઘોડી પર નહોતા બેસી શક્યા તો દીકરીની ને હાથી પર બેસાડી ને પોતાની ઈચ્છા પૂર્ણ કરી, ધન્ય છે પિતાને…

કેટલાક કિસ્સાઓ આપણને ગર્વ મહેસૂસ કરાવતા હોય છે. સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જ્યા દલિતોને ઘોડી ઉપર ચઢવાથી રોકવામાં આવતા હોય છે. ત્યાં એક છોકરીએ હાથી ઉપર ચડી ને પોતાના સમાજનું સન્માન કર્યું હતું. અને જાતિવાદી વિશે ઊંચ નીચ વિચારતા લોકો માટે એક પાઠ શીખવ્યો છે.

બાબાસાહેબ આંબેડકર ના ફોટા લઈને હાથી ઉપર નીકળી આ છોકરી

સમગ્ર વિવાદ ગુજરાતનો છે. ગુજરાતના દલિત સમાજ ની છોકરી એ હાથી ઉપર બાબા સાહેબ આંબેડકર નો ફોટો લઈને લગ્ન કરવા નીકળી હતી. દરેક લોકો માટે આ એક શીખ પૂરી પાડી છે.

ગુજરાતના નટુ પરમાર પોતાના લગ્નમાં ઘોડી ઉપર ચડી શકતા ન હતા.જાતિવાદના કારણે પોતાના લગ્ન ધૂમધામ થી કરી ન શક્યા હતા. પરંતુ તેમના બેટી ના લગ્ન પુરા જોશથી કરવામાં આવ્યા હતા. કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ઘોડી ઉપર ચડવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ તેમનું આ સપનું તેમને દીકરી એ પૂરું કરી બતાવ્યું છે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારતી નામની છોકરી જ્યારે હાથી ઉપર બેસીને નીકળી હતી ત્યારે દરેક લોકો જોઈ રહ્યા હતા. તેમજ અસામાજિક તત્વો સામે તેને ખૂબ જ સારું કામ કરી બતાવ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો જાતિવાદ ને ભેદભાવ ભૂલીને હવે દરેકને એક થવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.