ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ગગડશે

ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે. તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જો કે આગામી 24 કલાક સુધી કચ્છમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.

કચ્છમાં આગામી 24 કલાક સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે અને 24 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાન નીચું જશે. આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં પણ તાપમાનની અગ્નિવર્ષા વરસી રહ્યો છે. આકરા તડકાના કારણે છેલ્લા બે દિવસથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બપોર થતાની સાથે જ રસ્તાઓ સુમસામ બની જાય છે.

એપ્રિલ મહિનામાં આકરો તાપ રહ્યો, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે, ઉનાળાની શરૂઆત સળગતી ગરમી અને વધતી ગરમી દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ઉનાળામાં દરિયાકાંઠાના પ્રદેશનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ હોય છે.

દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે, પરંતુ બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે. ઉનાળો હજુ પૂરો થયો નથી. જેના કારણે બપોરના સમયે જો તમારે ઘરની બહાર જવુ પડે તો ખાસ ધ્યાન રાખીને ઘરની બહાર નીકળો.

Leave a Reply

Your email address will not be published.