ગુજરાતમાં એક વ્યક્તિએ પત્ની અને ચાર બાળકોની સામે કર્યા બીજા લગ્ન, કારણ જાણીને દંગ રહી જશો

થોડા સમય પહેલાં એક વરરાજા ની કંકોત્રી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી હતી જેમાં તે બે કન્યાઓ સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ ગુજરાતમાં સોમવારના દિવસે ચાર બાળકોની હાજરીમાં માતા પિતાએ કરી લીધા લગ્ન. આ વાત આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે.

કપરાડા તાલુકાના નજીક આવેલ નાનાપોંઢા ગામે ખૂબ અલગ જ લગ્ન જોવા મળ્યા હતા. એક જ દિવસે એક જ મંડપમાં એક જ વ્યક્તિએ બે મહિલાઓ જોડે લગ્ન કર્યા હતા આ વાત જાણી ને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

લગ્ન સ્થળ ઉપર ભારતિય રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રકાશ જણાવે છે કે નયના ગાજવીજ સાથે લગ્ન બાકી હતા પરંતુ કુસુમને ખોટું ન લાગે તે માટે તેનું નામ પણ પત્રિકામાં લખવામાં આવ્યું હતું. આ રીતે સોમવારના દિવસે પ્રકાશે પોતાના ચાર બાળકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. અને આ ચર્ચા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચાલી હતી.

બીજી પત્ની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તે કેટલાક વર્ષોથી જોડે રહે છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે લગ્ન કર્યા ન હતા પરંતુ દિવસે દિવસે પરિસ્થિતિમાં બદલાવતા તેમને લગ્ન કરવાનો વિચાર કરી લીધો હતો.

પ્રથમ પત્ની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું તેમના બીજા લગ્ન બાકી હતા એટલે અમે તેમના બીજા લગ્ન કરાવ્યા છે અને આ વાતથી મને કોઈ પણ વાંધો નથી. તેમજ લગ્ન બાદ પણ અમે જોડે રહીશું.

Leave a Reply

Your email address will not be published.